HomeNationalકારમાં બેઠેલા તમામ માટે હવે સીટ બેલ્ટ ફરજિયાત

કારમાં બેઠેલા તમામ માટે હવે સીટ બેલ્ટ ફરજિયાત

ટાટા જૂથના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના માર્ગ અકસ્માતના નિધન બાદ સમગ્ર દેશમાં રોડ સેફ્ટી મામલે ચર્ચા શરૂ થઈ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ વાહનમાં બેસતા તમામ મુસાફરો માટે સીટબેલ્ટ બાંધવાનું ફરજિયાત બનાવાશે તેમ કહ્યું છે. હવેથી કારમાં બેસતાં લોકો માટે સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત રહેશે. પાછળની સીટ ઉપર પણ સીટ બેલ્ટ પહેરવાનો રહશે. જો તેઓ આવું નહિ કરે તો તેમને દંડ ફટકારવામાં આવશે.

અકસ્માત ઘટ્યા નથી: આગામી ત્રણ દિવસમાં આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આ‌વશે. ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં માર્ગ અકસ્માતમાં યુવાઓનું સૌથી વધુ મોત થાય છે. 18-34 વર્ષના યુવાઓ માર્ગ અકસ્માતોનો ભોગ બને છે. છેલ્લાં આઠ વર્ષોમાં હું માર્ગ અકસ્માતો ઘટાડવામાં સફળ રહ્યો નથી. પાછળની સીટમાં હવે ડ્રાઇવર સીટની જેમ જ સીટ બેલ્ટ પહેરવાનું ફરજિયાત રહેશે. હવે જો સીટ બેલ્ટો પહેરવામાં નહિ આવે તો પેનલ્ટી લાગૂ પડશે.

બધા માટે સીટ બેલ્ટ: ડ્રાઇવરની સીટની જેમ પાછળની સીટ માટે પણ કારો અને એસયુવીમાં સીટ-બેલ્ટ રિમાઇન્ડર સિસ્ટમ પણ દાખલ કરાશે. પાછળની સીટ પર બેસેલા મુસાફરોને સીટ બેલ્ટ બાંધવાનું ફરજિયાત બનાવવાનો મતલબ એમ થયો કે કારમાં મુસાફરી કરતાં તમામે સીટ બેલ્ટ પહેરવાના રહેશે. પાછ‌ળની સીટો પર બેસનાર લોકો જો સીટ બેલ્ટ નહિ પહેરે તો તેમના માટે પણ સેન્ટ્રલ મોટર વ્હિકલ રૂલ્સના રૂલ ૧૩૮(૩) હેઠળ ૧,૦૦૦ના દંડની જોગવાઇ છે. પરંતુ મોટાભાગના લોકો આ નિયમથી અજાણ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW