HomeGujaratવાંકાનેરના ગારીયા નજીક વરલી મટકાનો જુગાર રમતા બે શકુની ઝડપાયા

વાંકાનેરના ગારીયા નજીક વરલી મટકાનો જુગાર રમતા બે શકુની ઝડપાયા

વાંકાનેર તાલુકાના ગારીયા ગામના પુલ નજીકથી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન વરલી મટકાનો જુગાર રમતા બે શકુનીઓને ઝડપી પાડીને બંને વિરુદ્ધ જુગારધારા અન્વયે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગારીયા ગામના પુલ પાસે વરલી મટકાનો જુગાર રમતા જયસુખભાઇ ધરમસીભાઇ રોજાસરા, રહે. ગારીયા ગામ તથા શૈલેષભાઇ મલાભાઇ રાતડીયા, રહે. સિપાઇ શેરી નંબર-2, વાંકાનેરવાળાને ઝડપી લીધા હતા અને બંને પાસેથી રોકડા રૂપિયા 4800 તેમજ વરલી મટકાનું સાહિત્ય કબ્જે કરી બંને વિરુદ્ધ જુગારધારા અન્વયે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW