HomeGujaratસાઇબર ક્રાઇમના ગુનામાં ગુજરાતનો ક્રમ આઠમો

સાઇબર ક્રાઇમના ગુનામાં ગુજરાતનો ક્રમ આઠમો

કોરોનાને પગલે જ ઓનલાઇનનું ચલણ વધ્યું છે. અનેક લોકો હવે બેન્કિંગ હોય કે ખરીદી તેના માટે ઓનલાઇન એપ-વેબસાઇટનો ઉપયોગ કરે છે. આમ, લાખો રૃપિયાની લેવડ-દેવડ હોય કે મનગમતી ચીજવસ્તુની ખરીદી તે હવે માત્ર એક ક્લિક દૂર છે. પરંતુ આ ઓનલાઇન ટેક્નોલોજી બેધારી તલવાર સમાન બની ગઇ છે. એકાદ નાનકડી ગફલતથી જીવનભર પરસેવોજ પાડીને કમાયેલી મૂડી ગણતરીની સેકન્ડમાં ગુમાવી શકાય છે. ગુજરાતમાં જ છેલ્લા બે વર્ષમાં સાયબર ક્રાઇમની ઘટનામાં 100 ટકા જેટલો વધારો નોંધાયો છે.ગુજરાતમાં વર્ષ 2019માં સાયબર ક્રાઇમની કુલ 784 ઘટના નોંધાઇ હતી અને તે હવે 2021માં 100 ટકા જેટલી વધીને ૧૫૩૬ નોંધાઇ છે. એક જ વર્ષમાં સાયબર ક્રાઇમની સૌથી વધુ 10303 ઘટના તેલંગાણામાં, ઘટના ઉત્તર પ્રદેશમાં, 8136 ઘટના કર્ણાટકમાં, ૫૫૩૨ ઘટના મહારાષ્ટ્રમાં જ્યારે 484૦ ઘટના આસામમાં નોંધાઇ હોવાનું સામે આવ્યું છે. એક વર્ષમાં સાયબર ક્રાઇમના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવા રાજ્યોમાં ગુજરાત આઠમાં સ્થાને છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW