મોરબીના નારણકા ગામમ રહેતા ભરતભાઇ મગનભાઈ મેરજા નામના આધેડે ગત તા.29ના મોડી રાત્રે પોતાના ઘરમાં જ કોઈ કારણસર ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં શુભ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર કારગત ન નિવડતા તેનું મોત નીપજ્યું હતું.બનાવ અંગે તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

