મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમી અધારે પોલીસે નેશનલ હાઇવે પર આવેલ કાંતિનગર ગામના ઢાળીયા પાસે દરોડો પાળ્યો હતો જેમાં મૂળ રાજસ્થાનના અજમેર જિલ્લાના ધાન મંડી ગામના વતની દેવીસિંગ નારાયણસિંગ રાવત નામના શખ્સ પાસેથી અલગ અલગ બ્રાન્ડની રૂ.30 હજારની કિંમતની કુલ 32 બોટલ મળી આવી હતી. જ3 બાદ પોલીસે આરોપી દેવી સિંગ રાવતની ધરપકડ કરી તેની પાસેથી 32 બોટલ દારૂ જપ્ત કર્યો હતો.આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

