HomeGujaratહળવદના ઇશનપુરમાં શાકભાજી લેવા મુદે થયેલ ઝઘડામાંમાં સાત શખ્સ વિરૂદ્ધ ફરિયાદ

હળવદના ઇશનપુરમાં શાકભાજી લેવા મુદે થયેલ ઝઘડામાંમાં સાત શખ્સ વિરૂદ્ધ ફરિયાદ


હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે 30 તારીખે શાકભાજી લેવા આવવા બાબતે મારામારી કરવામાં આવી હતી. જેમાં જાતિ અપમાનીત કરી માર માર્યો હોવાની હળવદ પોલીસ મથકે ભોગ બનનારે સાત ઇસમો વિરૂદ્ધ એટ્રોસિટી મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના જુના ઇસનપુર ગામે રહેતા ગીરીશભાઇ પરમાર શાકભાજી ખરીદવા ગયા ત્યારે આરોપી મનસુખ કોળીએ અહીં તારે શાકભાજી લેવા નહીં આવવાનું તેમ કહી જાતિ અપમાનીત કરી લોખંડના પાઇપથી માર માર્યો હોવાની તેમજ મનસુખ જેરામભાઇ કોળીની સાથે વિપુલ મનસુખ કોળી, જેરામ છગન કોળી, મનસુખભાઇના પત્ની, જેરામભાઇના પત્ની, રાધાબેન મનસુખભાઇ કોળી, અને મયુરીબેન મનસુખભાઇ કોળીએ માર માર્યો હતો. જેથી ઇજા પામેલ ગીરીશભાઇએ હળવદ પોલીસ મથકે એટ્રોસિટી એક્ટ મુજબની સાતેય સામે ફરિયાદ નોંધાવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW