HomeGujaratમેરૂપરમાં સરકારી જમીન પચાવી પાડનાર 3 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ...

મેરૂપરમાં સરકારી જમીન પચાવી પાડનાર 3 શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી


હળવદ તાલુકાના મેરૂપર ગામે સરકારી જમીન પર કબજો કરી લેતા હળવદ મામલતદારે ત્રણ ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી છે. જ્યારે ફરિયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના મેરૂપર ગામે સરકારી જમીન પર કબજો જમાવતા ત્રણ શખ્સો સામે હળવદ મામલતદાર એન.એસ.ભાટીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકારી સર્વે નંબર પર કબજો જમાવતા આરોપી રમેશ ભુદરભાઇ પટેલ, મનસુખ ભુદરભાઇ પટેલ અને વિભાભાઇ રાહાભાઇ રબારી ત્રણેય સામે હળવદ પોલીસ મથકે જમીન પચાવી પાડવા અધિનિયમ મુજબ ફરિયાદ દાખલ કરાઇ છે. જ્યારે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW