HomeGujaratઆંગણવાડીની હજારો મહિલાઓ હવે સરકાર સામે, આંદોલનની ચિમકી

આંગણવાડીની હજારો મહિલાઓ હવે સરકાર સામે, આંદોલનની ચિમકી

ગુજરાતની ચાલીસ હજાર આંગણવાડી આશા વર્કર, ફેસીલીએટર મહિલા કર્મચારીઓનો નજીવા વેતનનો પ્રશ્ન વારંવારની રજૂઆતો છતાં નહીં ઉકેલાતા આજે સૌરાષ્ટ્રમાં રાજકોટ,અમરેલી, ધોરાજી સહિત ઠેરઠેર કલેક્ટર,મામલતદાર કચેરીએ ઉગ્ર રોષ સાથે વિરોધ પ્રદર્શન યોજાયા હતા જેમાં દરેક સ્થળે મહિલાઓ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી.

હડતાળની ચીમકી: ગુજરાત આશા એન્ડ હેલ્થ વર્કર્સએ જણાવ્યા મૂજબ જો સરકાર તા. 10 સપ્ટેમ્બર સુધીમાં પ્રશ્નો નહીં ઉકેલે તો ગાંધીનગરમાં મહિલાકર્મીઓની જંગી રેલી યોજાશે અને અચોક્કસ મુદતની હડતાળ સહિત આંદોલન કરાશે. ઉલ્લેખનીય છે કે ચાર-પાંચ દિવસથી સૌરાષ્ટ્રના ખેડૂતોએ પણ સમાન વિજદર સહિતના પ્રશ્ને ગાંધીનગરમાં ધરણાં યોજ્યા છે.

સરકારની માત્ર વાતો: મહિલા કર્મચારીઓએ જણાવ્યું કે એક તરફ નારી સશક્તિકરણની વાતો થાય છે અને લઘુતમ વેતન પણ અપાતું નથી, અન્ય રાજ્યોની સાપેક્ષે એટલું ઓછુ વેતન અપાય છે કે તેમાં શાકભાજી,દૂધનો ખર્ચ પણ નીકળે નહીં.અમરેલીમાં મહિલાઓએ કહ્યું આંગણવાડી કર્મચારીને રૂ. 12.000 અને હેલ્પરને રૂ. 7500નું વેતન માટે લાંબા સમયથી માંગણી સરકારે સંતોષી નથી, આ ઉપરાંત સારી ક્વોલિટીના મોબાઈલ આપવા, પેંશન પ્રોવિડન્ડ ફંડ, જિલ્લા-તાલુકામાં ફેરબદલીની તક, હેલ્પરને પ્રમોશ સહિત માંગણીઓ ઉકેલાઈ નથી.ધોરાજી સહિત સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શનો યોજાયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW