HomeGujaratરફાળેશ્વર મેળામાં લારી રાખવાના પૈસા માંગવા મુદે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ...

રફાળેશ્વર મેળામાં લારી રાખવાના પૈસા માંગવા મુદે બે જૂથ વચ્ચે સશસ્ત્ર અથડામણ 2મહિલા મળી 7 ઇજાગ્રસ્ત

મોરબીના રફાળેશ્વર ખાતે અમાસનો મેળો હોય જેના કારણે લોકોની અવરજવર ખુબ વધુ હોવાથી છેક જીઆઇડીસી સુધી લારીઓ ગોઠવાઈ ગઈ હતી. દરમીયાન પાસે બપોરના સમયે રોડ પર લારી રાખવા અને તેના પૈસાની લેતી દેતી મુદે માથાકૂટ થઈ હતી વાત એટલે વધી કે એક બીજા પર ધોકા અને પાઇપ સહિતના અલગ અલગ હથિયાર વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં અંતિમ સિંહ બનેસિંહ જાડેજા,નીલરાજસિંહ બનેસિંહ જાડેજા નવઘણ ધારાભાઈ ભરવાડ,દશરથ રઘુભાઈ માકાસણાને તેમજ સામેં પક્ષે અજય જગદીશ વનકર,જયશ્રી અજય ચૌહાણ,સુનિતા પરમાર એમ કુલ7 લોકોને સામાન્યથી લઈ ગંભીર ઇજા પહોંચી હતી. બનાવ બાદ ઇજાગ્રસ્તને પ્રથમ મોરબી સીવીલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી.બાદમાં એક જૂથના લોકોને રાજકોટને સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ બાદ મોડી રાત્રે એક પક્ષના સમર્થકો મોટી સંખ્યામાં તાલુકા પોલીસ મથકે દોડી ગયા હતા અને એક શખ્સ વિરુદ્ધ અગાઉ લૂંટનો ગુન્હો દાખલ થયો હોય જેથી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW