મોરબી તાલુકાના રવાપર ગામમાં રહેતા ભારતીબેન ભીખાભાઈ જારીયા નામના ગ્રામ પંચાયતના મહિલા સભ્યના પતિ ભીખાભાઈ આપાભાઈ જારીયા પર ગત ગ્રામ પંચાયત ચૂંટણીના મનદુઃખને લઇ અજ્ય પ્રભાતભાઈ ચાવડા,પ્રદીપ ચાવડા અને શતીશ રમેશભાઈ ચાવડાએ ગત 24 ઓગસ્ટના રોજ મોડી રાત્રે તલવાર અને ધોકા જેવા હથીયાર વડે હુમલો કર્યો હતો આ ઘટનામાં ભીખાભાઈ તેમજ તેમના પરિવારના સભ્યોને ઈજા પહોચી હતી બનાવ અંગે ભીખાભાઈએ એ ડીવિઝન પોલીસ મથકમાં અજયભાઈ, પ્રદીપભાઈ તેમજ શતીશભાઈ વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી ફરિયાદ આધારે પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

