HomeNationalમુંબઈમાં વધુ એક હોટેલને બોમ્બથી ઉડાવી મારવાની ધમકી, એલર્ટ જાહેર

મુંબઈમાં વધુ એક હોટેલને બોમ્બથી ઉડાવી મારવાની ધમકી, એલર્ટ જાહેર

એક અજાણ્યા વ્યક્તિએ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલ પર ફોન કરીને ચાર જગ્યાએ બોમ્બ હોવાનો દાવો કર્યો હતો અને તેને ઉડાવી દેવાની ધમકી આપી હતી. વ્યક્તિએ આ બોમ્બને ડિફ્યુઝ કરવા માટે પાંચ કરોડ રૂપિયાની પણ માંગણી કરી હતી. પોલીસે મંગળવારે આ માહિતી આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે સોમવારે એક વ્યક્તિએ તેને ધમકી આપ્યા બાદ ઉપનગરીય અંધેરીમાં હોટેલની શોધખોળ કરવામાં આવી હતી.

સહાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આ એક તોફાની કૃત્ય અને નકલી ફોન કોલ હોવાનું જણાય છે. બાદમાં હોટલના સ્ટાફે સહાર પોલીસનો સંપર્ક કર્યો, એમ તેમણે જણાવ્યું હતું. પોલીસે ફોન કરનાર સામે ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. તેણે કહ્યું કે કોલરને પકડવા માટે ઘણી ટીમો બનાવવામાં આવી છે અને તેની શોધ ચાલુ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW