HomeGujaratમોરબી: જેતપરમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર 8 શખ્સનો છરી ધોકા...

મોરબી: જેતપરમાં જુના મનદુઃખનો ખાર રાખી યુવાન પર 8 શખ્સનો છરી ધોકા વડે હુમલો, ગ્રામજનોએ પાડ્યું બંધ

મોરબી તાલુકાના જેતપુર ગામે રહેતા યુવાન પર સોમવારે મોડી સાંજે ગામના જ આઠ જેટલા શખ્સોએ ગાડી ચલાવવા મુદ્દે માથાકૂટ કરી ઝઘડો કરી અને ધોકા વડે માર મારી હુમલો કર્યા હોવાની જેતપર પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે.ઘટના બાદ ગ્રામજનોએ બંધનું એલાન કર્યું હતું જેને પગલે જેતપર ગામની બજાર વહેલી સવારથી જ સજ્જડ બંધ રાખવામાં આવી છે બપોર બાદ એસપી અને કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું


બનાવની મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપુર ગામમાં રહેતા રાજેશભાઈ દુધાભાઈ પટેલ સવારે સાંજે 7:45 વાગ્યાની આસપાસ ગામની મોમાઈ કરિયાણા સ્ટોર નામની દુકાન પાસે ઊભા હતા ત્યારે અબ્દુલ નામનો શખ્સ આવી ચડ્યો હતો અને ગાડી ચલાવવા મુદે થયેલ ઝઘડાનો ખાર રાખી તેમ કહી રાજેશભાઈ ને ગાળો આપી હતી બાદમાં રાજેશભાઈ જ્યારે ચામુંડા પાન નામની દુકાને બેઠા હતા. તે દરમિયાન 4 જેટલી બાઇકમાં અબ્દુલ નથુ કૈડા, ભુરો અબ્દુલ કૈડા,ઈમ્તિયાઝ અબ્દુલ કૈડા, અસલમ હનીફભાઈ ભાઈ,અબ્દુલનો ભત્રીજો અકીલ અને સાહિદ તુફાન ઓસમાણ તેમજ હુસેન ઓસમાણ શહિતનાએ છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે મોડી રાત્રે તાલુકા પોલીસે 8 શખ્સ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. આ બનાવમાં 4 આરોપી પોલીસના હાથ વેતમાં હોવાનું પણ સામે આવ્યું છે.
બનાવ બાદ ગ્રામજનોએ પણ સજ્જડ બંધ પાડયો હતો. તેમજ બપોર બાદ એસપી અને કલેકટરને આવેદનપત્ર આપી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માગ કરશે તેવું ગ્રામજનોએ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW