HomeGujaratબોટાદ પાસેથી અંગ્રેજી દારૂની 250 પેટી સાથે એક ટ્રક પકડાયો

બોટાદ પાસેથી અંગ્રેજી દારૂની 250 પેટી સાથે એક ટ્રક પકડાયો

બોટાદ પંથકના બરવાળા અને રાણપુર પંથકમાં દેશીદારૂના લઠ્ઠાકાંડનો બનાવ તાજો જ છે તેવામાં આજે મોડીસાંજે બોટાદની રાણપુર પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઈંગ્લીશ દારૂના મસમોટો જથ્થો ભરેલું કેન્ટેનર ઝડપી પાડ્યું હતું જો કે, પોલીસને જોઈને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો. પોલીસે કન્ટેનરને કબ્જે કરી ફરિયાદની તજવીજ હાથ ધરી હતી.

બોટાદમાં આવેલાં રાણપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે,બાતમી મળી હતી કે રાણપુર પાળિયાદ ત્રણ રસ્તા નજીકથી એક ઇગ્લીશ દારૂ ભરેલું કન્ટેનર પસાર થવાનું છે. બાતમીના આધારે પોલીસે વૉચ ગોઠવતાં મોડીસાંજના સુમારે નિકળેલાં એક કન્ટેનરને શંકાના આધારે અટકાવવામાં આવ્યું હતું. જો કે, પોલીસને જોઈ કન્ટેનરનો ડ્રાઈવર વાહન મુકીને નાસી છૂટ્યો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW