સીએનજીના વાહન ચાલકો માટે સારા સમાચાર છેે. બહુ લાંબા સમય બાદ CNGના ભાવમાં ઘટાડો થયો છે. સીએનજીનો જૂનો ભાવ 83.90 હતો. જેમાં ઘટાડો થયો છે. અદાણીએ સીએનજીના 03.38 રૂપિયા ઓછા કર્યા છે. અદાણીએ સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 03.38 રૂપિયા ઘટાડ્યાં છે.પહેલા 87.38માં પ્રતિ કિલો મળતો હતો ભાવમાં ઘટાડો થતાં આ સીએનજી ગેસ હવે પ્રતિ કિલો 83.90 રૂપિયામાં મળશે.
તમામ ચીજવસ્તુઓના ભાવ છેલ્લા ઘણા સમયથી વધીને આસમાને પહોંચ્યા છે. લોકો પેટ્રોલ અને ડીઝલ ગાડી છોડી સીએનજી તરફ વળ્યા હતા. પરંતુ સીએનજીનો ભાવ પણ 90 રૂપિયા સુધી પહોંચતા સીએનજી વાહન ચાલકોની હાલત કફોડી બની હતી. જો કે હવે અદાણીના ગેસમાં ભાવમાં ઘટાડો થતાં સીએનજી વાહન ચાલકોને પણ મોટી રાહત મળી છે. પણ જોવાનું એ રહે છે કે, સ્થાનિક ધોરણે પરિવહન સસ્તું થાય છે કે નહીં.

