HomeNationalવૃદ્ધોની એકલતા દૂર કરવા માટેના સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ટાટાને રસ પડ્યો

વૃદ્ધોની એકલતા દૂર કરવા માટેના સ્ટાર્ટઅપમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા ટાટાને રસ પડ્યો

ગુડફેલોના લોન્ચના અવસર પર રતન ટાટાએ કહ્યું કે, જ્યાં સુધી તમે પોતે એકલા સમય વિતાવવા માટે મજબૂર નથી થઇ જતા તમને એ વાતનો એહસાસ નથી થતો કે, એકલતા કેટલી ખરાબ હોય છે. તેમણે વૃદ્ધ લોકોની એકલતાની સમસ્યાને દૂર કરવા માટે સ્ટાર્ટઅપ શરૂ કરવા પર નાયડુના વખાણ કર્યા છે.

આવી પણ હકીકત: જ્યાં સુધી લોકો પોતે વૃદ્ધ નથી થઇ જતા તે લોકો વૃદ્ધ લોકોની પરવાહ પણ નથી કરતા. તેમણે કહ્યું કે, ધ્યાન રાખનારું કોઇ સાથી હોવું એક પડકાર છે. નાયડૂએ ટાટાને એક બોસ, એક માર્ગદર્શક અને એક મિત્ર ગણાવ્યા છે. નાયડુએ કહ્યું કે, આવા 5 કરોડ વૃદ્ધ લોકો છે કે, જે એકલા રહેવા માટે મજબૂર છે. તેમની સાથે સમય વિતાવનારું કોઇ નથી.

મોટું એલાન: ટાટા સમૂહના પૂર્વ ચેરમેન રતન ટાટાએ સ્ટાર્ટઅપમાં રોકાણ કરવાનું એલાન કર્યું છે. આ સ્ટાર્ટઅપ વૃદ્ધ લોકોની એકલતાની સમસ્યાને દૂર કરે છે. એ વિશે જાણકારી નથી મળી કે ટાટાએ આ સ્ટાર્ટઅપમાં કેટલું રોકાણ કર્યું છે. આ સ્ટાર્ટઅપની શરૂઆત શાંતનુ નાયડૂએ કરી છે. તે હાલ ફક્ત 25 વર્ષનો છે. નાયડૂએ કોર્નેલ યુનિવર્સીટીમાંથી ભણતર પૂરું કર્યું છે. તે ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર છે. તે 2018થી તેમની મદદ કરી રહ્યો છે. આ પહેલા તેણે પાલતુ જાનવરો માટે એક વેન્ચર શરૂ કર્યું હતું. ટાટાની જેમ તેને પણ કૂતરા પસંદ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW