HomeGujaratCentral Gujaratભરૂચ અને વડોદરામાં ડ્રગ મામલે દરોડા, 1000 કરોડથી વધુનો માલ જપ્ત

ભરૂચ અને વડોદરામાં ડ્રગ મામલે દરોડા, 1000 કરોડથી વધુનો માલ જપ્ત

મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે ડ્રગ્સ ડીલરો સામે મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે મંગળવારે ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વિસ્તારમાં ડ્રગ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડામાં ટીમે લગભગ 513 કિલો એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત 1,026 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે.

મુંબઈ કનેક્શન: આ સમગ્ર રેકેટના પર્દાફાશમાં અત્યાર સુધીમાં આરોપી શમશુલ્લા ઓબેદુલ્હા ખાન (ઉં.વ.38), આયુબ ઇઝહર અહમદ શેખ, (ઉં.વ. 33), રેશ્મા સંજયકુમાર ચંદન, (ઉં.વ. 49), રિયાઝ અબ્દુલ સત્તાર મેમણ, (ઉં.વ.43), પ્રેમપ્રકાશ પારસનાથ ગાય, (ઉં.વ.52), કિરણ પવાર અને ગુજરાતમાંથી પકડાયેલા આરોપી ગિરિરાજ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી છે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલે આ કેસમાં એક મહિલા સહિત 7 આરોપીઓની પણ ધરપકડ કરી છે. ડ્રગ્સની કિંમત 1,026 કરોડ રૂપિયા છે. ઉલ્લેખનીય છે કે, મુંબઈની આ ટીમ ઘણા દિવસોથી આ કાર્યવાહી પાછળ લાગી હતી. જુદી જુદી જગ્યાએ દરોડા અને તપાસની કામગીરી ચાલુ હતું, જેમાં અંકલેશ્વરની ફેકટરીમાં ડ્રગ્સ બનતું હોવાની બાતમી મળતા અંતે અહીં દરોડો પડ્યો હતો.

સાત આરોપી: આ કાર્યવાહીના દરમિયાન અત્યાર સુધીમાં કુલ 1218 કિલોથી વધુ ડ્રગ્સ પકડવામાં આવ્યું છે, જેની કિંમત 2435 કરોડ રૂપિયા છે..સાત આરોપીઓ પાસેથી કુલ મળીને 1218 કિલોથી વધુ એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આ સાત આરોપીઓ પાસેથી જપ્ત કરાયેલા ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 2435 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત એમડી (મેફેડ્રોન) ડ્રગ્સ બનાવવામાં ઉપયોગી અનેક પ્રકારના રસાયણો પણ જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 20 લિટર બ્રોમિન (બ્રોમિન 2જી સ્ટેજ), મોનો મિથાઈલમાઈન 20 લીટર, એબ્રોમિન 485 એમએલ અને ક્લોરોફોર્મ (રિકવર ક્લોરોફોર્મ 20 લીટર) જપ્ત કરવામાં આવ્યું છે.

ગુજરાત અને ડ્રગ: અગાઉ જૂન મહિનામાં ગુજરાતના દરિયાઈ વિસ્તારમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાતના કચ્છ જિલ્લાના જાખો જિલ્લામાં, બીએસએફ અને કચ્છ પોલીસે સાથે મળીને કાર્યવાહી કરીને હેરોઈનનો જંગી જથ્થો ઝડપ્યો હતો. આ કાર્યવાહીમાં ગુજરાત એટીએસ અને ભારતીય કોસ્ટ ગાર્ડે પાકિસ્તાની બોટ સાથે સાત પાકિસ્તાનીઓને ઠાર કર્યા હતા.અગાઉ મુંબઈ પોલીસે શિવાજી નગરમાંથી જે ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ પકડ્યું હતું, ત્યારથી પોલીસ તેના સ્ત્રોત શોધવામાં વ્યસ્ત હતી. આ કન્સાઈનમેન્ટને પકડવા માટે મુંબઈ પોલીસને પાંચ મહિના સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. તેના પર સતત એન્ટી નાર્કોટિક્સ સેલ કામ કરી રહ્યું હતું. ગત 13મીએ ટીમને મોટી સફળતા મળી જ્યારે ગુજરાતના અંકલેશ્વરમાંથી પણ એક કન્સાઈનમેન્ટ ઝડપી પાડવામાં આવ્યું હતું. પોલીસને અનુસાર આ એક મોટી દેશભરમાં ડ્રગ્સની હેરાફેરી કરતી ગેંગ છે, જે ઘણા રાજ્યોમાં ફેલાયેલી છે. આ ગેંગ ખાસ કરીને યુવાનોને નિશાન બનાવે છે. તમને જણાવી દઈએ કે આ ડ્રગ્સ હાઈપ્રોફાઈલ સર્કલમાં સપ્લાઈ કરવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW