રાજ્યભરમાં પશુમાં લમ્પી સ્કીન ડીસીઝ” નામના રોગ થવાથી મોટી સંખ્પયામાં પશુઓના મોત થયા છે આ રોગ વાયરસ જન્ય અને ઝડપથી એક પશુમાંથી બીજા પશુમાં ઝડપથી ફેલાય છે તેમાં પણ ચોમાસામાં ભેજવાળા વાતવરણમાં ઝડપથી રોગ ફેલાતો હોવાથી એક અનુસૂચિત રોગના સંદર્ભમાં ગુજરાત રાજયના મોરબી જિલ્લાને નિયંત્રિત વિસ્તાર” તરીકે એનીમલ પ્રિવેન્શન એન્ડ કન્ટ્રોલ ઓફ ઈન્ફેકશિયસ એન્ડ કન્ટેજીસ ડિસીઝ ઇન એનિમલ્સ એક્ટ અંતર્ગત અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન.કે.મુછારે એનીમલ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ ઈન્ફેકશિયસ એન્ડ કન્ટેજીસ ડીસીઝ ઇન એનિમલ્સ તથા સી.આર.પી.સી. કલમ-૧૪૪ હેઠળ નિયંત્રણો મુકવા જાહેરનામું બહાર પાડ્યુ હતું આ જાહેરનામાનીમર્યાદા આગામી 25 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે
જાહેરનામા અનુસાર લમ્પી સ્કીન ડિસીઝ” (ગઠ્ઠો ચામડીના રોગ) ને અટકાવવા અને તેને નિયંત્રિત કરી શકાય તે માટે ઢોરને જ્યાં રાખવામાં આવ્યા હોય ત્યાંથી તેમની અવરજવરને પ્રતિબંધિત કરવા, મોરબી જિલ્લાની હદની અંદર અથવા બહાર અન્ય સ્થળોએ તેમજ અત્રેના જિલ્લામાં જીવંત પશુઓના વેપાર, મેળા, પ્રદર્શન, રમતો અને આવા પ્રાણીઓના મેળાવડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
આ.જાહેરનામાંમાથી જે પશુઓને વેક્સીનેશન માટે લઇ જવાતા હોય અથવા અન્ય કોઈ બીમારી કારણે વેટરનરી દવાખાને લઇ જવાની ફરજ પડે તો તેવા પશુઓની હેરફેર માટે મુકિત આપવામાં આવી છે

