HomeGujaratસીરામીક ઉધોગકાર પાસે ખંડણી માગનાર લોરેન્સ ગેંગ ન હોવાનો ઘટસ્ફોટ,1આરોપીની બિહારમાં ધરપકડ...

સીરામીક ઉધોગકાર પાસે ખંડણી માગનાર લોરેન્સ ગેંગ ન હોવાનો ઘટસ્ફોટ,1આરોપીની બિહારમાં ધરપકડ એક હાથ વેતમાં

મોરબીના સીરામીક ઉધોગકારને લોરેન્સ ગેંગના નામથી રૂ 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી.આ ઘટનામાં પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી આરોપીઓના લોકેશન તપાસતા બિહારમાં પગેરું મળ્યું હતું અને તેના આધારે મોરબી પોલીસે બિહારના પશ્ચિમી ચંપારણના મજોલિયા પોલીસ મથકે વિસ્તારમાં દોડી હતી અહીં તપાસ કરતા પહેલા એક આરોપીને સ્થાનિક પોલીસની મદદથી ઝડપી લીધો હતો જેની પૂછપરછ કરતા તે કોઈ બીસનોઈ ગેંગ સાથે જોડાયેલ ન હતો.માત્ર તેના નામથી રૂપિયા પડાવવા કારસ્તાન કકર્યુ હોવાનું ખુલ્યું હતું.આરોપીએ અન્ય સાગરિતો સાથે મળી ઓનલાઈન ફ્રોડ કરતા હોવાની પણ કબૂલાત આપી હતી.આ ઘટના બાદ સ્થાનિક પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી બીજી તરફ મોરબી પોલીસે બાકીના આરોપીની પણ શોધખોળ કરતા બીજો એક આરોપી પણ હાથ વેતમાં હોવાનું સામે આવ્યું છે.
મોરબીના સ્કાય ટચ સીરામિક નામની ફેકટરીના ઉધોગકાર અનિલભાઈ વલ્લભ કગથરાને મોબાઈલમાં વોટ્સ એપ મેસેજ કરી તેમજ વિડિયો કોલમાં પીસ્ટલ કાર્ટુસ બતાવી રૂ.25 લાખની માગણી કરી હતી.


આ મેસેજ આવ્યા બાદ ઉધોગ કાર દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરતા મોરબી પોલીસની ટીમ હરકતમાં આવી હતી અને ટેક્નિકલ ટીમની મદદ લેતાં ધમકી આપી ખંડણી માગનાર શખ્સ નું લોકેશન મેળવવા તજવીજ હાથ ધરી હતી. જેમાં આરોપી સાથે ફોન પર વાતચિત કરી હતી અને તેનું લોકેશન મેળવવા પ્રયાસ કર્યો હતો જેમાં આરોપીનું લોકેશન બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાનું મજોલિયા પોલીસ મથક હોવાનું સામે આવ્યું હતું જે બાદ મોરબી એલસીબી પીએસઆઈ એમ આર ગોઢાણીયા અને તેમની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને બિહારની સ્થાનિક પોલીસને સાથે રાખી તપાસ કરતા પોલીસને દરોડો પાડી સોમવારે રાત્રે પારસ પાકડી ચોક પાસે શંકાસ્પદ હાલતમાં નાસતા ફરતા સાયબર ગુનેગારની ધરપકડ કરી જેલ હવાલે કર્યો હતો. ધરપકડ કરાયેલા સાયબર ગુનેગારની ઓળખ કલીમુલ્લા અંસારીના પિતા મુમતાઝ અન્સારી તરીકે થઈ છે, જે પોલીસ સ્ટેશન વિસ્તારના જૌકતિયા પંચાયતના વોર્ડ નંબર 13ના રહેવાસી છે. પોલીસે આરોપી પાસેથી દોઢ લાખ રૂપિયા રોકડા, 6 સિમ કાર્ડ, 12 એન્ડ્રોઈડ સેટ મોબાઈલ, વિવિધ બેંકોના 26 એટીએમ અને એરટેલનું વાઈફાઈ મળી આવ્યું છે.
પોલીસની તપાસમાં આ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઈમનો ગુન્હો નોંધાયો હતો.

આ બનાવમાં પોલીસે આખી ગેંગનો પર્દાફાશ થયો હતો હાલ 2 આરોપી પોલીસના હાથવેતમાં છે અને મોરબી પોલીસ આગામી સમયમાં મોટો ખુલાસો કરે તેવી સંભાવના છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW