HomeNationalરૂપિયા સામે ડોલર, પાઉન્ડ તથા યુરો ઉંચકાયા: ડોલર ઈન્ડેક્સમાં બેતરફી વધઘટ

રૂપિયા સામે ડોલર, પાઉન્ડ તથા યુરો ઉંચકાયા: ડોલર ઈન્ડેક્સમાં બેતરફી વધઘટ

મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે ડોલરના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. શેરબજારમાં તેજી આગળ વધવા છતાં કરન્સી બજારમાં આજે ડોલર ઉછળતાં તથા રૂપિયો ગબડતાં બજારના ખેલાડીઓ આશ્ચર્ય બતાવી રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૭૯.૨૫ વાળા સવારે રૂ.૭૯.૪૫ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૭૯.૪૪ તથા ઉંચામાં ભાવ રૂ.૭૯.૬૬ થઈ રૂ.૭૯.૬૫ રહ્યા હતા.

રૂપિયો આજે ૪૦ પૈસા ગબડયો હતો. વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ આજે નીચામાં ૧૦૬.૨૫ તથા ઉંચામાં ૧૦૬.૮૦ થી ૧૦૬.૪૭ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વ બજારમાં આજે ક્રૂડ તેલના ભાવમાં પીછેહટ જોવા મળી હોવા છતાં મુંબઈ કરન્સી બજારમાં રૂપિયો વધવાના બદલે ઘટાડા પર રહ્યો હતો. અમુક આયાતકારો ડોલરમાં લેવાલ રહ્યા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,390SubscribersSubscribe

TRENDING NOW