HomeGujaratપૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ પીએમ મોદીને દિલ્હી મળ્યા ને મોરબીનું રાજકારણ ગરમાયું, કાન્તીભાઈ...

પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ પીએમ મોદીને દિલ્હી મળ્યા ને મોરબીનું રાજકારણ ગરમાયું, કાન્તીભાઈ ફરીવાર લડશે ?

વિધાનસભા ચુંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ગતિવિધિ તેજ થઇ ગઈ છે.વિધાનસભા ચુંટણીમાં ભાજપમાંથી મોરબી માળિયા બેઠકમાંથી ટીકીટ મેળવવા અનેક મુરતિયા મેદાનમાં આવી જ ચુક્યા છે. બીજી તરફ ગત પેટા ચુંટણીમાં શાંત બેઠેલા પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયા પણ ફરી એકવાર મેદાનમાં ઉતર્યા હોય તેમ લાગી રહ્યું છે.
મોરબી માળિયા બેઠકના પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાનો તાજેતરમાં પરશુરામધામ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી અને કાન્તીભાઈ ફરીથી પટ્ટમાં આવશે તેવો દાવો કરતા એક તરફ કાન્તીભાઈ સમર્થકમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. હજુ આ ઘટનાને વધુ સમય નથી થયો ત્યાં હવે કાન્તિલાલ અમૃતિયા દિલ્હી દરબારમાં પહોચી પીએમ નરેન્દ્ર મોદી સાથે પોતાનો ફોટો સોશ્યલ મીડિયામાં મુકતા તેના વિરોધીઓના મનમાં મોટી ફાળ પડી ગઈ છે શું વિધાનસભા ચુંટણીમાં કમબેક કરવાની તૈયારીમાં છે કે શું ફરીવાર કાન્તીભાઈ ફરી ચુંટણી લડશે તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે.

2022ની વિધાનસભા ચુંટણીમાં મોરબી માળિયા બેઠકમાં આ વખતે મંત્રી બ્રિજેશ મેરજાને ભાજપ રીપીટ કરશેકે કાંતિલાલ અમૃતિયા ફરી કમબેક કરશે તે જોવું પણ રસપ્રદ બનશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW