પાટીદાર ધામ દાતા,સેવક તથા પાટીદાર ધામમાં PSI પરીક્ષા પાસ તાલીમાર્થીઓ નો સન્માન સમારોહનું આયોજન કરવામાં પાટીદાર ધામ દાતા,સેવક તથા તાલીમાર્થી નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સન્માન સમારંભની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રગટ્યા કરી શરૂઆત કરવામાં આવી હતી.
પાટીદાર ધામ પ્રમુખ સેવક કિરીટ ભાઈ દ્વારા મહેમાનો અને તાલીમાર્થીઓનું સ્વાગત કર્યુ હતું. ત્યાર બાદ હોલના દાતા વસંત ભાઈ રાજકોટિયા અને વિકાસ ભાઈ નું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું..ત્યાર બાદ પાટીદાર ધામ મા ફ્રી લેક્ચર આપનાર ચુનીલાલ નું શાક ઓઢાડી સન્માન કરાયું હતું.ત્યાર બાદ પાટીદાર ધામમા દોડના કોચ તરીકે મદદરૂપ થનાર ભૂમિબહેનનું શાલ ઓઢાડી ને સન્માન કરવામાં આવ્યુ હતું. ત્યાર બાદ પાટીદાર ધામમા તાલીમ લઈ રહેલ psi માં પાસ થયેલ તાલીમાર્થી હિતેશભાઈ ગામી,મિલન ભાઈ લીખિયા,રાજ ભાઈ ગામી,પ્રિતેશ ભાઈ વડાવિયા,કૃપાલી બહેન આદ્રોજા,બારૈયા શીતલ બહેન, વૈષ્ણાની શ્રધ્ધા બહેન નું શાલ ઓઢાડી ને સન્માન કરાયું હતું.…..આં ઉપરાંત ઉમંગ કાલરીયા,રજનીશ ગાંભવા,નયન પટેલ,કૈલા શ્રધ્ધા,પટેલ સચિન , આદ્રોજા આશા,નિશા બરાસરા વગેરે બહાર હોવાથી હાજર રહી શક્યા નથી પરંતુ પરીક્ષા પાસ કરી હોવાથી પાટીદાર ધામ પરિવાર તરફથી શુભ કામના પાઠવી હતી.
કાર્યક્રમની આભાર વિધિ ટ્રસ્ટી ચંદુ ભાઈ દ્વારા કરવામાં આવી હતી. પાટીદારધામના તાલીમાર્થીઓ અને દાતાનું સન્માન કરવા પાટીદાર ધામ ના ટ્રસ્ટી કિરીટ ભાઈ,ચમન લાલ,હિતેશ ભાઈ,ચુનીલાલ,વસંત ભાઈ ,વિકાસ ભાઈ,અશોક ભાઈ,ધર્મેશ ભાઈ,નિલેશ ભાઈ, સંઘાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

