HomeGujaratમોરબી :શેરીમાં વાહન ધીમું ચલાવવાનું કહેતા પિતા-પુત્રે વૃદ્ધને મારમાર્યો, સામ સામી ફરિયાદ

મોરબી :શેરીમાં વાહન ધીમું ચલાવવાનું કહેતા પિતા-પુત્રે વૃદ્ધને મારમાર્યો, સામ સામી ફરિયાદ

મોરબી શહેરના સામા કાઠા વિસ્તારમાં આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં રહેતા વનરાજસિંહ ભુપતસિંહ ઝાલા નામના વૃદ્ધ શેરીમાં ઉભા હતા તે દરમિયાન ધ્રુવરાજસિંહ નામનો યુવક શેરીમાં પુર ઝડપે એક્ટીવા લઈને નીકળ્યો હતો જેથી યુવકને બાઈક ધીમુ ચલાવવાનું કહેતા યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને તેના પિતા કનકસિંહ ઝાલાને સાથે લાવી બન્ને પિતા પુત્રે વનરાજસિંહ સાથે ઝઘડો કર્યો હતો અને લાકડાના ધોકાથી વનરાજસિંહના માથાના ભાગે તથા જમણા પગના ઢીચણે તથા ડાબી બાજુએ પડખાના ભાગે ઢીકાપાટુ નો માર મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ ડાબી બાજુએ પડખાના ભાગે ફેકચર જેવી ઈજા પહોંચાડી હતી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા આઅંગે વનરાજસિંહે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી સામે પક્ષે કનકસિંહ તકુભા જાડેજાએ વનરાજસિંહ ભૂપતસિંહ ઝાલા સામે જુના ઝઘડાનો ખાર રાખી લાકડાના ધોકા વડે જમણા પગે તથા વાંસાના ભાગે માર માર્યાની તેમજ તેમના પુત્ર તેમને બચાવવા વચ્નેચે પડતા તેમણે પણ વાંસાના ભાગે માર
મારવા તેમજ ગાળ આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી આપ્યાની ફરિયાદ નોધાવી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,610SubscribersSubscribe

TRENDING NOW