તાલાલા ગીર થી વેરાવળ સુધીનો સ્ટેટ હાઇવે ના નવો અને પહોળો બની રહેલ માર્ગની કામગીરી ગુણવત્તા વગરની નબળી અને ગોકળગાયની ગતિએ ચાલતી હોવાથી વાહનચાલકો પરેશાન થયા છે.
આ રસ્તાઓની તુરંત તપાસ કરવા તાલાલા તાલુકા કિસાન મોરચાના વરિષ્ઠ અગ્રણી જીવાભાઇ બારડે માંગણી કરી છે. તાલાલા પંથકની પ્રજાવતિ રાજ્ય સરકારને પાઠવેલા પત્રમાં કિસાન મોરચાના અગ્રણીએ જણાવ્યું છે કે તાલાલા-વેરાવળ સ્ટેટ હાઇવે માર્ગ પહોળો કરવાની કામગીરી લાંબા સમયથી ચાલે છે,આ કામગીરીમાં સાવ હલકી કક્ષાનું મટીરીયલ વપરાતું હોય તુરંત તપાસ કરી એસ્ટીમેન્ટ પ્રમાણે કામગીરી કરાવવા માંગણી કરી છે,તેમજ માર્ગની કામગીરી લાંબા સમયથી ચાલે છે.

અનેક રજુવાત: વારંવારની રજૂઆત કરવા છતાં પણ ગોકળગાયની ગતિએ ચાલતી કામગીરીમાં વેગ આવતો નથી જેથી સોમનાથ-સાસણ આવતા પ્રવાસીઓ તથા વાહનચાલકો દયાજનક સ્થિતિમાં મુકાઈ ગયા છે. ચિંતાજનક વિગતોનો ઉલ્લેખ કરતાં પત્રમાં ઉમેર્યું છે કે તાલાલા-વેરાવળ માર્ગ પહોળો કરવા માર્ગની સાઇડ ઉપર આવેલ પી.જી.વી.સી.એલ.ના વીજ પોલ ખસેડી લીધા છે. પરંતુ પોલના નાના થડીયા ના ખીપા હજી જમીનમાં હોય રાત્રિના સમયે માર્ગ ઉપર થી પસાર થતા વાહન ચાલકો માટે વિજ પોલ ના નાના ખીપા આફતરૂૂપ બની ગયા છે,માટે પી.જી.વી.સી.એલ.ના પોલ ના થડિયા વિના વિલંબે જમીનમાંથી દૂર કરવા તથા તાલાલા ગીર થી વેરાવળ પૈકીના ઘુંસિયા ગીર વિસ્તારમાં આવતો સાત કિ.મી.સુધીના માર્ગ ઉપર અનેક જગ્યાએ મોટા ખાડા સાથે માર્ગ સાવ ડેમેજ થઈ ગયો છે,ચોમાસાના ભારે વરસાદ ને કારણે માર્ગને પારાવાર નુકસાન થયું હોય સ્ટેટ હાઇવે નો સાત કિ.મી.આ માર્ગ ધુળીયા માર્ગ જેવો બની ગયો હોય,ઘુંસિયા ગીર સુધીના હયાત માર્ગ ની તુરંત જરૂૂરી મરામત કરી લોકોની મુશ્કેલી દૂર કરવા પત્રના અંતમાં રાજ્ય સરકાર તથા બાંધકામ વિભાગ સમક્ષ માંગણી કરી છે.

