HomeGujaratSaurashtra Kutchhમોરબી એ ડિવિઝન પોલીસના PIએ છેતરપીંડીની ફરિયાદ કરવા ગયેલા યુવાનને ગાળો આપ્યાના...

મોરબી એ ડિવિઝન પોલીસના PIએ છેતરપીંડીની ફરિયાદ કરવા ગયેલા યુવાનને ગાળો આપ્યાના આક્ષેપ

મોરબીના આલાપ પાર્ક વિસ્તારમાં રહેતા અને શહેરમાં કોસ્મેટિક આઈટમનો વ્યવસાય કરતા વેપારી હિરેન મનસુખ પટેલે શનાળા રોડ પર આવેલ શોપિંગ મોલના મેનેજર દ્વારા રૂ. 17.35 લાખની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવવા ગયા હતા. જોકે પીઆઇ મયંક પંડ્યા દ્વારા હિરેનભાઈને ગાળો આપી હોવાના તેમજ ફરિયાદી સાથે ઉદ્ધત વર્તન કર્યું હોવાના તેમજ સમાજના નામે ફરિયાદી યુવાનને હડધૂત કર્યા હોવાના આક્ષેપ કર્યા અને આજે મોટી સંખ્યામાં પાટીદાર સમાંજના આગેવાન અને યુવાન રોષે ભરાયા હતા અને કલેક્ટર ઓફિસે દોડી ગયા હતા અને ડે. કલેક્ટર એન કે મુછાર તેમજ એએસપી અતુલ કુમાર બંસલને આવેદનપત્ર આપી પીઆઇ મયંક પંડ્યા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,590SubscribersSubscribe

TRENDING NOW