HomeGujaratમોરબી જીલ્લામાં ચોમાસું પાકનું વાવેતર પૂર્ણતાને આરે 88.99 ટકા વાવણી પૂર્ણ

મોરબી જીલ્લામાં ચોમાસું પાકનું વાવેતર પૂર્ણતાને આરે 88.99 ટકા વાવણી પૂર્ણ

મોરબી જિલ્લામાં જુન મહિનાના વરસાદ ખેંચાયા બાદ જુલાઈ મહિનામાં પ્રથમ પખવાડિયામાં સાર્વત્રિક વરસાદ થયો હતો.જેના પગલે ખેતરમાં અને જળાશયમાં પાણી ભરાયા હતા જેના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લ્હેર પ્રસરી ગઇ હતી અને આ હરખ સાથે વાવણી શરૂ કરી હતી.મોરબી જિલ્લામાં 22 જુલાઈ સુધીમાં 3,25,000 હેકટરમાંથી કુલ 2,85,417 હેકટરમાં વાવણી થઈ ચૂકી છે. એટલે કે જીલ્લામાં કુલ વાવેતર વિસ્તારના 88.99 ટકા વાવણી પૂર્ણ કરવામાં તાલુકા મુજબ જોઈએ તો વાંકાનેર તાલુકામાં સૌથી વધુ 100 ટકા વાવણી પૂર્ણ થઇ ચુકી છે.વાંકાનેર તાલુકાના પુરેપુરા 56,092 હેકટરમાં વાવેતર કામગીરી ખેડૂતોએ આટોપી લીધી છે તો હળવદ તાલુકામાં 86,917 હેકટર વાવેતર વિસ્તારમાંથી 69,0 45 હેકટરમાં વાવેતર થયું છે તો મોરબીમાં 91,700 હેકટરમાંથી 79340 હેકટરમાં,ટંકારામાં 42047 હેકટરમાંથી 41590 હેકટરમાં વાવણી પૂર્ણ થઈ ચૂકી છે.જ્યારે સૌથી ઓછી માળિયામાં સૌથી ઓછું 49079 હેકટરમાંથી 39350 હેકટર માં વાવેતર થયું હતું. મોરબી જીલ્લામાં આ સપ્તાહમાં ચોમાસું પાક નું વાવેતર પૂર્ણ થઇ જાય તેવી સંભાવના સેવાઈ રહી છે

(બોક્સ)સૌથી વધુ વાવેતર કપાસનું વાવેતર

જિલ્લાના184356 હેકટરમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે મગફળીનું 65214 હેકટરમાં વાવેતર પૂર્ણ થઇ ગયું છે ,તો 19593 હેકટરમાં ઘાસચારો,2783 હેકટરમા શાકભાજી,4350 હેકટરમાં દિવેલા, 1527 હેકટરમાં તલ,1376 હેકટરમાં મગ, 1200 હેકટરમાં અડદ,162 હેકટરમાં બાજરી, 755 હેકટરમાં તુવેર, 1465 હેકટરમાં સોયાબીન,530 હેકટરમાં ગુવારનું વાવેતર થયું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW