HomeGujaratમોરબી :કમર તોડ પીપળી જેતપર રોડ પર માર્ગ મકાન વિભાગે પેચવર્ક હાથ...

મોરબી :કમર તોડ પીપળી જેતપર રોડ પર માર્ગ મકાન વિભાગે પેચવર્ક હાથ ધર્યું

મોરબી શહેરના ઔધોગિક વિસ્તાર એવા પીપળી જેતપર રોડ વરસાદ બાદ ઠેર ઠેર ગાબડા પડી ગયા છે અહિથી વાહન લઈને નીકળવું એટલે કમરભાંગી નાખવાની તૈયારી કરીને જવું તેવી સ્થિતી બની ગઈ છે રસ્તા પર ડામર કરતા ખાડા જાજા છે. 14 જેટલા ગામના લોકો ખરીદી માટે તેમજ મોરબીમાં અન્ય કામ માટે આવે છે ઔધોગિક વિસ્તાર તેમજ માનવ વસાહત હોવાથી નાના મોટા અકસ્માત કે અન્ય કોઈ કારણસર દર્દીઓ હોસ્પિટલમાં આવતા જતા રહે છે. દિવસ રાત ધમધમતા રોડની હાલત એટલી હદે બિસ્માર થઈ ગઈ છે કે દરરોજ મોટા પાયે અકસ્માત સર્જાઈ રહ્યા છે અને કેટલાક કિસ્સામાં મોત પણ થઇ રહ્યા છે હાલાકીથી ત્રસ્ત થયેલા 14 ગામના લોકોએ ચોમાસા પહેલા રોડનું કામ કરવા મંત્રી કલેકટરથી લઇ રાજ્ય સરકારના તમામ વિભાગમાં માંગણી કરી હતી જોકે બહેરી મૂંગી સરકાર કોઈ એક્શન ન લેતા આજે આ તમામ લોકો ગ્રામ પંચાયતના સરપંચો હોદેદારો તેમજ ઉધોગકારો દ્વારા 30 કિમી જેટલી વિશાળ બાઈક અને કાર રેલી કરી હતી અને કલેકટર કચેરીએ પહોચી પોતાની માંગણી મુદે સુત્રોચ્ચાર કર્યા હતા તેમજ રોડનુ તાત્કાલિક સમાંર કામ કરવા તેમજ ચોમાસું પૂર્ણ થયે તાત્કાલિક ફોરલેન રોડનું કામ કરવા માંગણી કરી હતી.જે બાદ માર્ગ મકાન વિભાગે તાત્કાલિક રોડ રસ્તાના પેચ વર્ક કામગીરી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW