HomeGujaratમોરબીનો મચ્છુ ૩ ડેમ 80 ટકા ભરાયો માળિયા પાલિકા તેમજ 19 ગામને...

મોરબીનો મચ્છુ ૩ ડેમ 80 ટકા ભરાયો માળિયા પાલિકા તેમજ 19 ગામને એલર્ટ કરાયા

મોરબી જીલ્લામાંછેલ્લા 5 દિવસથી થઈ રહેલા વરસાદના પગલે તમામ જળાશયમાં પાણીની નોધપાત્ર આવક થઇ છે તો મોરબી શહેરમાં થયેલા વરસાદને પગલે શહેરમાંથી મોટા પ્રમાણ મચ્છુ નદીમાં પાણીનો પ્રવાહ ઠલવાયો હતો જેના કારણે મચ્છુ 3 ડેમમાં નોધપાત્ર પાણીની આવક થઇ હતી

મોરબીના આ મચ્છુ 3 ડેમ 80 ટકા ભરાઈ ગયો છે સિંચાઈ વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ શહેરમાં થયેલા વરસાદને પગલે થયેલી આવક તેમજ ડેમ સપાટી પર છેલ્લા 24 કલાકમાં 55 મીમી જેટલા વરસાદના કારણે પાણી આવક 773 કયુસેક થઇ છે જેના કારણે હાલ ડેમની 27 ફૂટ માંથી કુલ સપાટીમાં 26 ફૂટ જેટલી સપાટી ભરાઈ છે ડેમની કુલ191 સ્ટોરેજ કેપેસીટી માંથી 155 .676 એમસીએફટી ભરાયેલા છે
વરસાદ અને પાણીની આવકને પગલે મચ્છુ ૩ ડેમના નીચાણ વાળા વિસ્તારમાં આવતા મોરબી તાલુકાના ગોરખીજડિયા,વનાળીયા,સાદુળકા,માનસર,રવાપર,અમરનગર,નારણકા,ગુગણ,નાગડાવાસ બહાદુરગઢ,સોખડા ગામ જયારે માળિયા મિયાણા તાલુકાના દેરાળા મહેન્દ્રગઢ,મેઘપર,નવાગામ,રાસંગપર,વીરવિદરકા,ફતેપર,હરીપર તેમજ માળિયા મિયાણા પાલિકા વિસ્સતાર સહીતના ગામને એલર્ટ કરવામાં આવ્યા છે અને આ ગામના લોકોને નદીના પટ્ટમાં ન જવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW