HomeGujaratમોરબીમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા બે વૈકલ્પિક પુલ બનાવવા ExMLAની સીએમને રજૂઆત

મોરબીમાં ટ્રાફિક જામની સમસ્યા નિવારવા બે વૈકલ્પિક પુલ બનાવવા ExMLAની સીએમને રજૂઆત

દિન પ્રતિદિન વિકસી રહેલા મોરબી શહેરમાં દિવસ દિવસે વસ્તીની સાથે સાથે વાહનોની સંખ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે મોરબીમાં ટ્રાફિક જામ સમસ્યાએ વરવું સ્વરૂપ ધારણ કરી લીધું છે. શહેરના વિવિધ માર્ગ પર પસાર થતા લોકોને કલાકોનો સમય લાગી રહ્યો છે મોરબી શહેરની ભવિષ્યની સ્થિતિને જોતા વૈકલ્પિક માર્ગ શરુ કરવા તાત્કાલિક જરૂર છે આં આ બાબતે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સીએમ ભુપેન્દ્ર પટેલને લેખિત રજૂઆત કરી હતી અને મોરબી શહેરના મચ્છુબારીથી મહાપ્રભુજી બેઠક સુધી એક બ્રીજ બનાવવા તેમજ લીલાપર શ્મશાનથી ભડિયાદ હેડ હેડ વર્કસ પંપ સુધી આવેલ રાજાશાહી સમયના મહાજન પાજ પરથી વહેલી તકે બ્રીજ બનાવવાની માંગણી કરવામાં આવી છે આ બન્ને સ્થળે જો વહેલી તકે બ્રીજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો મોરબીમાં આવનાર લાંબા સમય સુધી ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળી શકે તેમ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW