HomeGujaratહળવદ: રાવલફળી વિસ્તારમાં જર્જરિત ઈમારતનો સ્લેબ ધારાશાયી

હળવદ: રાવલફળી વિસ્તારમાં જર્જરિત ઈમારતનો સ્લેબ ધારાશાયી

હળવદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ રાવલ ફળી વિસ્તારમાં આવેલ વર્ષોથી બંધ પડેલ એક જર્જરિત ઈમારતનો મોટો એક સ્લેબ અચાનક ધારશાહી થયો હતો. સદનસીબે બનાવ સમયે કોઈ માણસ કે પશુ હાજર ન હોવાથી મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.રહેણાંક વિસ્તારમાં અચાનક સ્લેબ પડતા આસપાસના લોકોમાં ફફડાટ પ્રસરી ગયો હતો બનાવની જાણ હળવદ પોલીસ અને પાલિકાની ટીમ પણ ઘટના સ્થળે પહોચી હતી અને આસપાસ વિસ્તારમાં લોકોની અવર જવર પર પ્રતિબંધ મુક્યો હતો.


ઘટના બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો જકે આ વિસ્તારમાં આ ઈમારત વર્ષો જુની છે અને અગાઉ પાલિકામાં અનેક વખત રજૂઆત કરી ઈમારતને નોટીસ આપી તાત્કાલિક જર્જરિત ભાગ અથવા આખી ઈમારત દુર કરવામાં આવે તેવી માંગણી કરી હોવા છતાં કોઈ પગલા લેવાયા નથી આજે અચાનક આ ઈમારત પડવા સમયે કોઈ હાજર ન હોવાથી જાન હાની થઇ ન હતી પરંતુ જો બનાવ સમયે કોઈ નીચે હોત અને તેને જીવ ગુમાવવો પડ્યો હોત અથવા ઈજા પહોચી હોત તો તેના માટે કોણ જ્વાબદારી લેતે તેવા પણ સવાલ કર્યા છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW