HomeNationalCNG બાદ હવે ગેસ સિલિન્ડર મોંઘો, જાણો કેટલો ભાવ વધારો થયો

CNG બાદ હવે ગેસ સિલિન્ડર મોંઘો, જાણો કેટલો ભાવ વધારો થયો

થોડા દિવસો પહેલા કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડા બાદ હવે ઘરેલું ગેસ સિલિન્ડર મોંઘા કરવામાં આવ્યા છે. ગેસ વિતરણ કંપનીઓએ બુધવારે સવારે રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે.

વધુ એક ફટકો: મોંઘવારીથી સામાન્ય જનતાને હાલમાં કોઇ રાહત મળે તેવી શક્યતા નથી કારણકે તેલ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરની કિંમતમાં ભારે વધારો કરવામાં આવ્યો છે. કંપનીઓએ 6 જુલાઈની સવારથી ઘરેલુ ગેસ સિલિન્ડર 50 રૂપિયા મોંઘા કરી દીધા છે. આ સાથે દિલ્હીમાં ગેસ સિલિન્ડરની કિંમત વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે.

બાટલો મોંઘો: પેટ્રોલિયમ કંપનીઓએ 5 કિલોના એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. તેની કિંમતમાં 18 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો થયો છે. આ સિવાય 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 8.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ મહિનાની શરૂઆતમાં જ તેની કિંમતોમાં મોટો ઘટાડો થયો હતો અને કોમર્શિયલ સિલિન્ડર પણ સસ્તું થઈ ગયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW