HomeNationalદિલ્હીથી દુબઈ જતી ફલાઈટનું પાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી દુબઈ જતી ફલાઈટનું પાકિસ્તાનમાં ઇમરજન્સી લેન્ડિંગ

સ્પાઈસ જેટ એરલાઈનનું દિલ્હીથી દુબઈ જતી ફલાઈટમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા ફલાઈટનું પાકિસ્તાનનાં કરાચી વિમાની મથકે ઈમરજન્સી લેન્ડીંગ કર્યુ હતું. એરલાઈનના પ્રવકતાના જણાવ્યા મુજબ સ્પાઈસ જેટ ફલાઈટ નંબર એસ.જી.11 દિલ્હી-દૂબઈ બોઈંગ 737 ફલાઈટમાં ટેકનીકલ ક્ષતિ સર્જાતા વિમાનને પાકિસ્તાન ભણી વાળવાની ફરજ પડી હતી અને કરાચી વિમાની મથકે ફલાઈટનું ઈમરજન્સી લેન્ડીંગ કરાયું હતું.

સલામત લેન્ડિંગ: લેન્ડીંગ સંપૂર્ણ સલામત થયું હતું અને વિમાનમાં પ્રવાસ કરતા તમામ માલિકો તથા ચાલક દળના સભ્યોને સલામત રીતે ફલાઈટમાંથી બહાર લાવીને એરપોર્ટની લોંજમાં જવાની મંજુરી અપાઈ હતી. સ્પાઈસ જેટ દ્વારા હવે અન્ય વિમાન મોકલીને આ તમામ પ્રવાસીઓને દુબઈ લઈ જવાશે. આ ઘટના આજે સવારે બની હતી.

દુબઈ જતી હતી ફલાઇટ: -દુબઈની ફલાઈટ સવારે 8.04 કલાકે પાટનગરના આંતરરાષ્ટ્રીય વિમાની મથકથી રવાના થઈ હતી અને ત્રણ કલાકની મુસાફરી બાદ તે દુબઈ પહોંચવાનું હતું પણ બોઈંગ 737માં અચાનક જ યાંત્રીક ક્ષતિ સર્જાતા પાઈલોટે નજીકના કરાચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગની મંજુરી માંગવામાં આવી હતી અને આ ફલાઈટ સવારે 9.17 કલાકે કરાચી વિમાની મથકે સલામતી ઉતરાણ કર્યુ હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,300SubscribersSubscribe

TRENDING NOW