HomeGujaratમોરબી:વંદે ગુજરાત યાત્રાની ઈ-આમંત્રણ પત્રિકા પાલિકા પૂર્વ પ્રમુખ નામ પણ પૂર્વ ધારાસભ્ય...

મોરબી:વંદે ગુજરાત યાત્રાની ઈ-આમંત્રણ પત્રિકા પાલિકા પૂર્વ પ્રમુખ નામ પણ પૂર્વ ધારાસભ્ય ગાયબ

મોરબી શહેરના એલ ઈ કોલેજ ખાતે ચાલી રહેલા સખી મેળાની સાથે સાથે વંદે ગુજરાત કાર્યક્રમનું પણ ચાલી રહ્યો છે અને મંગળવારે વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન કરવામા આવ્યું છે. જેના માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈ-આંમત્રણ પત્રિકા પાઠવવામાં આવી છે આ ઈ-આમંત્રણ પત્રિકામાં ઉદ્ઘાટક તરીકે મંત્રી બ્રિજેશ મેરજા,પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુ શિહોરા કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા સાંસદ મોહન કુંડારીયા વિનોદ ચાવડા પુનમબેન માડમ પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાનું નામ છપાયું હતું મુખ્ય મહેમાન તરીકે ભાજપ-કોંગ્રેસના ધારાસભ્યો મોરબી પાલીકા પ્રમુખ,ઉપપ્રમુખ કારોબારી સમિતિ ચેરમેન,ઉપરાંત જિલ્લા પંચાયત ઉપપ્રમુખ,કારોબારી ચેરમેન બાંધકામ સમિતિ પ્રોટોકોલ મુજબ નામ લખ્યા છે જોકે આ સિવાય મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રદીપ વાળા અને દેવાભાઈ અવાડીયાનું નામ આવ્યું છે તો શહેર ભાજપ પ્રમુખ અને તાલુકા ભાજપ પ્રમુખના નામ લખી દેવાયા છે જે પ્રોટોકોલમાં નથી આવતું જોકે પૂર્વ ધારાસભ્ય કાંતિ અમૃતિયાની બાદબાકી કરવામાં આવતા ભારે ચર્ચાનો વિષય બન્યો છે

વિરોધીઓ એવા પણ આક્ષેપ કરી રહ્યા છે કે કેટલાક આગેવાનો જ કાંતિ અમૃતિયાની બાદબાકી કરવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે અને તેમના ઈશારે આ નામ કાપી નાખવામાં આવ્યું છે.જોકે સત્ય શું છે તે તો જિલ્લા વહીવટી તંત્ર જ જાણે કે ક્યા કારણસર સરકારી કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને પાલિકા પૂર્વ પ્રમુખ યાદ આવ્યા પણ પૂર્વ ધારાસભ્ય જ કેમ યાદ ન આવ્યા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW