HomeGujaratમોરબીમાં ચોમાસાનો પ્રાંરભ નબળો,જિલ્લામાં જૂન મહિના માત્ર ૧૭૬ મીમી જ વરસાદ

મોરબીમાં ચોમાસાનો પ્રાંરભ નબળો,જિલ્લામાં જૂન મહિના માત્ર ૧૭૬ મીમી જ વરસાદ

મોરબી જિલ્લામાં ઔદ્યોગિક વિકાસ ખૂબ તેજ ગતિએ થયો છે જિલ્લામાં રૂપિયા કમાવવાની દોડ એટલી હદે વધી ચુકી છે કે ઉધોગના વિકાસ માટે પર્યાવરણનું જતન કરવામાં કશું બાકી રાખ્યું નથી.મોરબી જિલ્લાની સ્થિતિ એટલી હદે ખરાબ થઇ ચુકી છે કે રાજ્યમાં સૌથી ઓછા ગ્રીન બેલ્ટ ધરાવતાં 5 જિલ્લામાં મોરબીનો સમાવેશ થઈ રહ્યો છે. રાજયના પ્રદુષિત શહેરની યાદીમાં પણ ઉચ્ચ સ્થાને છે. શહેરમાં વધતા પ્રદુષણની અસર વરસાદની સ્થિતિમાં પણ થઈ રહી છે.મોરબી જિલ્લામાં ચોમાસુ પણ અનિયમિત થયું હોય તેમ લાગે છે છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાનો પ્રારંભ નબળો થઈ રહ્યો છે તો ક્યારેક એક સાથે મોટી માત્રામાં વરસાદ પડી જાય છે જેના પગલે પુરની ઘટના વધી છે.

મોરબી જિલ્લામાં 15 જૂન પહેલા ચોમાસાનું આગમન થયું તે પહેલાં પ્રી મોનસૂન એક્ટિવિટીના પગલે છૂટાછવાયો વરસાદ થયો હતો રાજ્યના અનેક જિલ્લામાં તેમાં પણ સૌરાષ્ટ્રના જિલ્લામાં નોંધપાત્ર વરસાદ થયો હતો. જોકે ચોમાસુ વિધીવત બેસી ગયુ હોવા છતાં મેઘરાજા જાણે રિસાયા હોય તેમ ચોમાસાનો પ્રારંભ જ નબળો થયો હતો.
મોરબી જિલ્લામાં આ વર્ષે 30 જૂન સુધી પડેલા વરસાદની સ્થિતી જોઈએ તો કુલ 176 મીમી પડ્યો છે.આ પહેલાના વર્ષો માં જૂન મહિના થયેલા વરસાદની સ્થિતિ જોઈએ તો જિલ્લામાં 30 જૂન 2021માં 360 મીમી,30 જૂન 2020માં 628 મીમી જયારે 30 જૂન 2019માં 196 મીમી વરસાદ થયો હતો. મોરબી જિલ્લામ છેલ્લા 4 વર્ષમાં સૌથી ઓછો વરસાદ છે 30 જૂન સુધીમાં તાલુકા મુજબ જોઈએ તો મોરબી તાલુકામાં 29 મીમી,ટંકારામાં 70 મીમી, માળિયામાં 25 મિમો વાંકાનેરમાં 32 મીમી જ્યારે હળવદ પંથકમાં માત્ર 20 મીમી વરસાદ નોંધાયો છે ગત વર્ષની વાત કરીએ તો 2021માં 30 જૂન સુધીમાં મોરબીમાં 36 મીમી, ટંકારામાં 61 મીમી, માળીયામાં 78 મીમી વાંકાનેરમાં 108 મીમી જયારે હળવદમાં 77 મીમી વરસાદ થયો હતો બે. વર્ષની સરખામણી જોઈએ તો માળિયામાં 53 મિમીની ઘટ્ટ,વાંકાનેરમાં 76 મીમીની ઘટ્ટ તો હળવદમાં 57 મીમીની ઘટ્ટ સામે આવી હતી મોરબીમાં માત્ર 7 મીમી ઘટ્ટ નોંધાઇ છે.
એટલે કે આ વર્ષે ચોમાસનો પ્રારંભ છેલ્લા 4 વર્ષમાં સૌથી નબળો રહ્યો છે. ચોમાસાના નબળા પ્રારંભના કારણે જિલ્લામાં ચોમાસા પાકના વાવેતરને પણ અસર પહોચી છે.મોરબી જિલ્લામાં છેલ્લા 2 વર્ષના જૂન મહિનાના વાવેતર જોઈએ તો ૨૦૨૨માં જુનના અંત સુધીમાં કપાસ 89 200 હેક્ટર મગફળી 48,900 હેક્ટર શાકભાજી 400 હેક્ટર અને ઘાસચારો 700 હેક્ટર થયું હતું તો 2021ના જૂન મહિનાના અંત સુધીમાં કપાસ 1,12,100 હેક્ટર મગફળી 68,600 હેક્ટર શાકભાજી 1400 હેક્ટર તેમજ ઘાસચારો 9300 હેક્ટરમાં વાવેતર થયું હતું આમ જીલ્લામાં મોટાપાયે ચોમાસું વાવેતરને અસર પહોચી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW