HomeGujaratમોરબીમાં ગે.કા કન્ટેનર કટિંગની ઘટનામાં સુપરવાઈઝરની મિલી-ભગતથી 20 કન્ટેનર ચોરી થયાનો...

મોરબીમાં ગે.કા કન્ટેનર કટિંગની ઘટનામાં સુપરવાઈઝરની મિલી-ભગતથી 20 કન્ટેનર ચોરી થયાનો ખુલાસો

મોરબીના અમરેલી ગામ નજીક આવેલ તાજેતરમાં ગેરકાયદે કન્ટેનરનું કટિંગ ચાલતું હોવાની એલસીબીને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે 4 શખસને ગેરકાયદે કન્ટેનર કટિંગ કરતા ઝડપી લીધા હતા આરોપીઓની ધરપકડ કરી 4 કન્ટેનર અને બાકીના કપાયેલ ભંગાર સહિત રૂ 13.82 લાખનો મુદામાલ જ્પ્ત કર્યો હતો. તેમજ રવી પન્સારા,નકુલ મંદરિયામ મહેન્દ્ર સોલંકી તેમજ ફિરોજ મમાનીને ઝડપી લીધા હતા આરોપીઓની પુછપરછ કરતા આરોપીઓ મુન્દ્રા પોર્ટ નજીક આવેલ કેન્કોર કંપનીના સેડમાંથી 20 જેટલા કન્ટેનર ચોરી કર્યા હતા. પોલીસે આરોપીઓએ અલગ અલગ સ્થળે છુપાવેલ 11 કન્ટેનર શોધી કાઢ્યા હતા અંગે પોલીસે વધુ પૂછપરછ કરતા કેન્કોર કંપનીના યાર્ડમાં સુપરવાઈઝર તરીકે કામ કરતા ભવ્યરાજ ઉર્ફે ભાનોભા તેમજ કન્ટેનર કટિંગ માટે જરૂરી સાધનોની વ્યવસ્થા કરનાર મહાવીરસિંહ નામના આરોપીઓના પણ નામ ખુલ્યા હતા. જે બાદ આ અંગે મુન્દ્રા પોલીસે 6 આરોપીઓ વિરુદ્ઘ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW