HomeGujaratમોરબીમાં મોડીફાય કરી બુલેટ ચલાવતા તત્વો પર પોલીસની ધોસ, 25 બુલેટ જપ્ત

મોરબીમાં મોડીફાય કરી બુલેટ ચલાવતા તત્વો પર પોલીસની ધોસ, 25 બુલેટ જપ્ત

મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં કેટલાક આવારા તત્વો બુલેટ બાઈક મોડીફાય કરી તેમાં પ્રતિબંધિત વધુ અવાજ કરતા સાઈલેન્સર લગાવી ફરતા હોવાની ફરિયાદ ઉઠી હતી જે બાદ એસપી રાહુલ ત્રિપાઠીના આદેશથી મોરબી એ ડિવિઝન પોલીસ, બી ડિવિઝન પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 25 જેટલા મોડીફાય કરેલા બાઈક પકડી પાડ્યા હતા. પોલીસે તમામ બાઈક જપ્ત કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત કારમાં બ્લેક ફિલ્મ લગાવી ફરતા કાર ચાલકો પર પણ તવાઈ બોલાવવામાં આવી હતી.

મોરબીમાં વાહન ચાલકો પર તવાઈ બોલાવી નિયમ ભંગ કરતા અટકાવવા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી અને આવા નિયમ ભંગ કરતા તત્વોને વહેલી તકે આવા મોડી ફાય બુલેટમાંથી સાયલેન્સર હટાવવા, એચ એસઆરપી નમ્બર પ્લેટ લગાવવા વાહન લઈને નીકળેલ વ્યક્તિ પાસે લાયસન્સ અને આરસી બુક પણ સાથે રાખવા અપીલ કરી છે.તો ફોર વ્હિલ ચાલકને બ્લેક પટ્ટી હટાવવા જણાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,360SubscribersSubscribe

TRENDING NOW