ગુજરાતના 2002ના કોમી રમખાણમાં તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપાયેલી કલીન ચીટમાં હવે કેન્દ્રીય ગૃહ મંત્રી અમીત શાહે આકરા શબ્દોમાં વિપક્ષો પર પ્રહાર કરતા સમગ્ર રમખાણને રાજકીય ચશ્માથી જોવામાં આવ્યા હતા અને હવે આ પ્રકારે આક્ષેપ કરનાર વિપક્ષો તથા એનજીઓએ હવે દેશની માફી માંગવી જોઈએ. શનિવારે એક ખાસ મુલાકાતમાં અમીત શાહે કહ્યું કે સુપ્રીમ કોર્ટ તરફથી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીની સામેના તમામ આરોપો ફગાવી દીધા છે અને સત્ય- સોનાની જેમ બહાર આવી ગયું છે. તેઓએ કહ્યું કે મે મોદીજીના દર્દને નજીકથી જોયું છે.
વિરોધ નથી કર્યો: સતત 18-19 વર્ષ સુધી દેશના આ મોટા નેતાએ એક શબ્દ બોલ્યા વગર તમામ આરોપોનો નિડરતાથી સામનો કર્યો અને ભગવાન શંકરની જેમ વિષપાનની માફક ગળામાં ઉતારીને સહન કરતા રહ્યા હતા. શાહે જણાવ્યું કે જયારે ન્યાયીક પ્રક્રિયા ચાલતી હતી તેથી અમો કંઈ બોલ્યા ન હતા. તેઓએ હાલમાં જ એન્ફોર્સમેન્ટ આરોપોનો સામનો કરી રહેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીના ટેકાએ જે રીતે કોંગ્રેસ પક્ષે દેખાવો અને ચકકાજામનો દેશભરમાં પ્રવાસ કર્યો તેનો સીધા ઉલ્લેખ કરતા કહ્યું કે ગુજરાતમાં ખાસ તપાસ ટીમ દ્વારા મોદીજીની નવ-નવ કલાક પુછપરછ કરી હતી. પરંતુ અમોએ કોઈ દેખાવ કે વિરોધ કર્યો નહી.
#WATCH | “…Modi ji set an example, showing how Constitution can be honoured. He was questioned but nobody staged dharna & workers didn’t come to stand in solidarity with him…If those who levelled allegations have a conscience, they should apologise,” HM on 2002 Gujarat riots. pic.twitter.com/K2UymZDAth
— ANI (@ANI) June 25, 2022
શાહની ચોખવટ: સુપ્રીમ કોર્ટના ચુકાદાથી સાબિત થયું કે આરોપો રાજકીય રીતે પ્રેરિત હતા. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે ઝાકિયા જાફરી કોઈ બીજાના નિર્દેશ પર કામ કરતી હતી. અનેક NGOએ ઘણાં પીડિતોના સોગંદનામા પર સહી કરાવી અને તેમને ખબર પણ નથી. બધા જાણે છે કે તિસ્તા સેતલવાડના આ NGO જ બધું કરી રહ્યું હતું અને તે સમયની UPA સરકારે આ NGO ને ઘણી મદદ કરી હતી.

