HomeGujaratમોરબી: ઉચી માંડલમાં મોબાઈલ શોપમાં બંધુક દેખાડી 2 શખ્સ 25 હજારની...

મોરબી: ઉચી માંડલમાં મોબાઈલ શોપમાં બંધુક દેખાડી 2 શખ્સ 25 હજારની લુટ ચલાવી ફરાર (જુઓ વિડીઓ )

મોરબી જિલ્લામાં સબ સલામત હોવાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના દાવા વચ્ચે બુધવારે સાંજના સમયે બંધુકની અણીએ સનસનીખેજ લુટની ઘટના સામે આવી હતી. દુકાનમાં મોબાઈલના કાચ નાખવાના બહાને બે શખ્સ ઘુસ્યા હતા અને બંધુકની અણીએ રૂ ૨૫ હજારની લુંટની ઘટનાને અંજામ આપી ફરાર થઇ ગયા હતા

બનાવની મળતી માહિતી મુજબ હળવદ રોડ પર આવેલ ઉચી માંડલ ગામ પાસે તળાવીયા શનાળા જવાના રસ્તે સીટી પ્લસ નામની મોબાઈલ શોપમાં સાંજે 4 વાગ્યાની આસપાસ બે શખ્સ મોબાઈલ શોપમાં મોબાઈલના ટફન ગ્લાસ નાખવાના ઘુસ્યા હતા અને પહેલા મોબાઈલમાં ટફન ગ્લાસ નખાવી દીધા હતા બાદમાં રૂપિયા આપવાના સમયે બંધુક કાઢી હતી અને દુકાનદાર સામે તાકી હતી ડ્રોવર માં રહેલા તમામ રૂપિયા આપી દેવાનો ઈશારો કર્યો હતો જે બાદ દુકાનદારે બીકના માર્યા રૂ 25 હજાર જેટલી રકમની લુંટ ચલાવી ફરાર થઇ ગયા હતા બનાવ બાદ યુવાને તેનો પીછો કર્યો હતો જેથી બન્ને શખ્સે ફાયરીંગ કર્યાની પણ ચર્ચા જાગી હતી ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ એલસીબી એસ ઓજી સહિતના ઘટના સ્થળે દોડી ગયા અને તપાસ હાથ ધરી હતી.દુકાનદારના જણાવ્યા અનુસાર બન્ને શખ્સ હિન્દીભાષામાં વાત કરતા હતા અને દુકાનમાં મોબાઈલ માટે ટફન ગ્લાસ નાખવાના બહાને આવ્યા હતા

મોરબીમાં હજુ ત્રણ દિવસ પહેંલા ગૃહ રાજ્ય મંત્રી મોરબી મુલાકાત લઇને ગયા હતા ને મોરબીમાં ગુનાખોરી ઘટી હોવાનું અને સ્થિતિ પોલીસના કન્ટ્રોલમાં હોવાના મસમોટા દાવા કરવામાં આવ્યા હતા. જોકે બુધવારે થયેલ ઘટનાથી મોરબીમાં ગુનેગારો બેફામ હોય અને પોલીસ ગુના રોકવામાં વામણી પુરવાર થઇ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW