વાંકાનેરના વિશીપરા વિસ્તારમાં આવેલ ડબલ ચાલીમાં રહેતી રોશનબેન હમીદભાઈ મોવર નામની પરણીતાએ રવિવારે સવારે અગમ્યકારણસર ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો અને બનાવ બાદ મૃતકને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી મૃતક રોશનબેનના ગત ફેબ્રુઆરી મહિનામાં જ લગ્ન થયા હતા લગ્નના માત્ર 4 જ મહિનામાં આપઘાત કરી લેતા કેદ દહેજ અંગેનો છે કે તેમ અંગે તપાસ માટે ડીવાયએસપી અતુલકુમાર બંસલ પણ દોડી ગયા હતા અને મૃતકના પરિજનોની પૂછપરછ કરી હતી બનાવ અંગે વાકાનેર સીટી પોલીસે આપઘાત અંગે નોધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

