મોરબી શહેરના વાવડી રોડ પર આવેલ ભગવતીપાર્કમાં રહેતા છોટાલાલ જીવરાજભાઈ પરમારના ઘરમાં ગત તા.3 ના રાત્રીના તસ્કરો ત્રાટકયા હતા અને મકાનમાં તાળા તોડી ગે.કા.પ્રવેશ કરી રૂમમા કબાટમા રાખેલ સોનાના દાગીના સોનાની બુટી આઠ ગ્રામ કિ રૂ.10,000 તથા સોનાની વીટી બે કિ.રૂ.10,000 તથા ઓમકાર સોનાનો રૂ.500તથા ચાંદીના ગ્લાસ તથા ચાંદીના સીકા -૫ તથા ચાંદીની ગાય તથા ચાંદીનો પંજો તથા ચાંદીનો જુડો તથા કેડ કંદોરો ચાંદીનો ત્રણ જોડી ચાંદીની લકી એક કિ.રૂ.20,000 તથા રોકડ રૂપીયા 20,000/- મળી કુલ રૂ.65,500નામુદામાલ ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે એ ડિવિઝન પોલીસે 4 અજાણ્યાં શખ્સ વીરુદ્ધ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

