દેશના અલગ અલગ રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ ડિઝલની અછતના સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશ અને ઉતરપ્રદેશમાં મોટા પાયે પેટ્રોલ પંપ બંધ થઈ રહ્યા છે ગુજરાતમાં પણ ધીમે ધીમે તેની અસર દેખાવા લાગી છે અને પેટ્રોલ ડિઝલની તંગી વર્તાવવા લાગી છે. ઘણા જિલ્લામાં પેટ્રોલ પંપ પાસે ડિઝલનો મર્યાદિત જથ્થો જ આવી રહ્યો છે જેના કારણે વાહનોની લાઈનો લાગવા માંડી છે આજ રીતે મોરબી જિલ્લામાં પણ ડિઝલની અછતની સ્થિતિ સર્જાઈ રહી છે.

મોરબી જિલ્લામાં નયારા,બીપીસીએલ,એચપી અને આઈઓસી એલ તેમજ 250થી વધુ પંપ આવેલ છે જેમાં dદૈનિક ૩ લાખ લીટર ડિઝલની ખપત છે જોકે છેલ્લા એક મહિનાથી તેમાં સતત ઘટાડો આવી રહ્યો છે છેલ્લા એક સપ્તાહથી માત્ર 1 લાખ લીટરની મર્યાદામાં જ ડિઝલ મળી રહ્યું છે. પેટ્રોલ પંપ એસોએસીએશનના પ્રમુખ સુભાષ પડસુંબીયાના જણાવ્યા અનુસાર રશિયા યુક્રેનયુધ્ધના કારણે ક્રુડ ઓઈલના ભાવ ઉચકાતા પેટ્રોલ કંપનીઓને હાલના ભાવમાં પેટ્રોલ ડિઝલ વેચાણ પોષાય તેમ ન હોવાથી સપ્લાય ઘટાડી દીધી છે મોરબી સહિત રાજ્યભરમાં નયારાઅ અને રિલાયન્સના મોટી સંખ્યામાં પેટ્રોલ ડિઝલ પંપ બંધ છે તો બીપીસીએલ, એચપીસીએલમાં સપ્લાય સોર્ટેજ છે આઈઓસીએલમાં હાલ સોર્ટેજ નથી

