HomeGujaratઆખરે મામાએ ભાણિયાને માફ કર્યો, જાણો કેમ

આખરે મામાએ ભાણિયાને માફ કર્યો, જાણો કેમ

ગોવિંદા અને તેના ભાણેજ કોમેડિયન કૃષ્ણા અભિષેક વચ્ચેના ઝઘડાનું 6 વર્ષ બાદ સમાધાન થયું છે. ચીચી મામાએ પોતાના ભાણેજને માફ કરી દીધો છે. મનીષ પોલના પોડકાસ્ટ શોમાં કૃષ્ણા અભિષેક ગોવિંદાની માફી માંગતી વખતે ભાવુક થઈ ગયો હતો. હવે મનીષના શોમાં ગોવિંદાએ ભાણેજ કૃષ્ણા સાથે જ પોતોની ભાણી આરતીને માફ કરી દીધી છે. 6 વર્ષથી ચાલી રહેલ આ અણબનાવને ખતમ કરવાનો શ્રેય ચાહકો મનીષ પોલને આપી રહ્યા છે.

અભિષેકને માફી: ગોવિંદા હાલમાં જ મનીષ પોલના પોડકાસ્ટ શોમાં પહોંચ્યો હતો. જ્યાં તેણે પોતાના ભાણેજ કોમેડિયન કૃષ્ણા અભિષેકને માફ કરી દીધો હતો અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, તેને હવે કૃષ્ણાથી કોઈ સમસ્યા નથી. કૃષ્ણા ગોવિંદાની સ્વર્ગસ્થ બહેન પહ્માનો પુત્ર છે.

ગોવિંદા જ્યારે મનીષ પોલના શોમાં પહોચ્યો ત્યારે તેણે એક્ટરે કૃષ્ણાની માફી અંગે વાત કરીને કહ્યું હતું કે, કૃષ્ણા અને આરતી મારી વહાલી બહેનના બાળકો છે. મને પોતાની બહેન પ્રત્યેથી ખૂબ જ પ્રેમ મળ્યો હતો. તમે બધા આ સુખ ન માણી શક્યા. આ વાતનું મને દુખ છે પરંતુ હું એવો નથી કે મારા કોઈ પણ વ્યવહારન કારણે તમે દુખી થાઓ. તમે પણ એવા નથી. તમારા માટે સદૈવ એ માફી છે. પ્લીઝ રિલેક્સ, તમારી સાથે કોઈ મુશ્કેલી નથી. હું તમને ખૂબ પ્રેમ કરૂં છું.

ભાવુક થયો દરમિયાન કૃષ્ણા અભિષેકએ પોતોના મામા ગોવિંદા વિશે પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, તે મામા ગોવિંદાને ખૂબ જ યાદ કરે છે. આ દરમિયાન કૃષ્ણા અભિષેકની આંખમાંથી આંસુ પણ વહેવા લાગ્યા હતા. હું તેમને ખૂબ યાદ કરૂ છું. મારી ઈચ્છા છે કે, મારા મામા મારા બાળકો સાથે રમે. મને ખબર છે એ પણ મને યાદ કરતા હશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW