HomeGujaratમોરબી જી.પ.ની સામાન્ય સભામાં સિંચાઈ ,આરોગ્ય શિક્ષણ સહિતના મુદે કોંગ્રેસી સભ્યોએ તડાપીટ...

મોરબી જી.પ.ની સામાન્ય સભામાં સિંચાઈ ,આરોગ્ય શિક્ષણ સહિતના મુદે કોંગ્રેસી સભ્યોએ તડાપીટ બોલાવી

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુ સિહોરાના અધ્યક્ષ સ્થાને આજે સામાન્ય સભા મળી હતી આ સભામાં ગત સભાને બહાલી આપવામાં આવી હતી. તો ગુજરાત પંચાયત અધિનિયમ 1993. અંતર્ગત બિન ખેતી થયેલ જમીન પર લેવમાં અઆવતા dદર દરેક તાલુકામાં એક સમાન રાખવાના ઠરાવને મંજૂરી આપવામ આવી હતી આ ઉપરાંત સ્ટેમ્પ ડ્યુટી ગ્રાન્ટમાં મંજુર થયેલ ગ્ક્મ્મને મંજુરી આપવામ આવી હતી

મોરબી જિલ્લા પંચાયતની સમાન્ય સભા અગાઉ અપેક્ષા મુજબ સિંચાઈ શિક્ષણ આરોગ્ય પશુપાલન આઇસી ડીએસ સહિતના અલગ અલગ પ્રશ્નોને લઈ વિરોધ પક્ષે સતા પક્ષને ઘેરવા પ્રયાસ કર્યો હતો અને જીલ્લામાં છેલ્લા 4 વર્ષથી 334 જેટલા ચેકડેમ રીપેર કરવા તળાવ ઊંડા કરવા સહિત નાની સિચાઈના કામ પેન્ડીગ હોવાથી ખેડૂતો છેલ્લા 4 વર્ષથી ખેડૂતોને સિંચાઈનું પાણી મળતું ન હોવાની રજૂઆત કોંગ્રેસ સભ્ય ભૂપતભાઈ ગોધાણીએ ઉથાવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે મોરબી જિલ્લામાં તત્કાલીન કાર્યપાલક ઈજનેર સી ડી કાનાણીના સમયમા નાની સિંચાઈ યોજનામાં કૌભાંડ થયું હતું જેના કારણે સરકારે કામ અટકાવી નાખ્યું હતું 4 વર્ષથી આ કામ ન થવાના કારણે ખેડૂત ચોમાસા સિવાયના સીઝનમાં પાક લઇ શકતા નથી તેમજ જણાવ્યું હતું આ તકે આરોગ્ય સમિતિ ચેરમેને કોંગ્રેસના શાસનમાં કૌભાંડ થયું જેનું પરિણામ ખેડૂતો ભોગવે છે તેવો આક્ષેપ કરતા ભૂપત ભાઈઅને અન્ય કોંગ્રેસી સભ્યો ગુસ્સે ભરાયા હતા અને ભાજપને ભીસમાં લેતા જણાવ્યું હતું કે તમે જે કૌભાડમાં ધારાસભ્ય પરસોતમ સાબરીયા સામે આક્ષેપ કર્યા અને દોઢથી 2 મહિના જેલમાં રાખ્યા હતા જો તેઓ કૌભાડમાં સંડોવાયેલ હતા તેમને જેલમાં નાખી દેવા જોઈતા હતા તમે તો ભાજપ લાવી ટીકીટ આપી પાછા ધારાસભ્ય બનાવી દીધા હતા ભૂતકાળમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ ભાજપના કાર્યકરો સહીતના સાથે મળી કૌભાંડ કર્યા અને ખેડૂતો છેલ્લા 4 વર્ષથી ભોગવી રહ્યા છે

જિલ્લા પંચાયતમાં કોંગી સભ્યોએ આરોગ્ય બાબતમાં પણ રાજ્ય સરકાર અને જિલ્લા પંચાયતના હોદેદારોની આણ આવડતથી પીએચસી સીએચસી મેડીકલ ઓફિસરની જગ્યા ખાલી છે તેમજ જિલ્લા પંચાયતમાં આઉટ સોર્સથી કામ કરતા કર્મચારીઓનું પણ મોટા પાયે શોષણ થતું હોય છે. તેની અસર કામગીરીમાં થતી હોય છે. જિલ્લા પંચાયત કામ કરતા કર્મચારીઓને પગારમાં થતું શોષણ અટકાવવા પણ સરકારમાં રજૂઆત કરવા માંગણી કરી હતી

મોરબી જિલ્લાના 19 પ્રાથમિક શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવતા હોય જિલ્લામાં 521 શિક્ષકોની ઘટ્ટ હોય જેના કારણે બાળકોના અભ્યાસમાં અસર પડી છે જેથી વહેલી તકે શિક્ષકોની ભરતી કરવા માંગ કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,400SubscribersSubscribe

TRENDING NOW