મોરબી જિલ્લામાં અલગ અલગ સમયે મોબાઈલ ચોરીના બનાવ બનતા રહે છે ત્યારે જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠીના આદેશથી બી ડીવીઝન પોલીસની ટીમ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી તે સર્વેલન્સ ટીમની મદદથી અલગ અલગ કંપનીના રૂ 99,000ની કિંમતના 6 મોબાઈલ શોધી કાઢ્યા હતા અને તેના મૂળ માલિકનો સંપર્ક કરી તેમને મોબાઈલ પરત કર્યા હતા સામાન્ય રીતે પોલીસ મથકમાં મોબાઈલ ચોરીની ફરિયાદ ન લેવાતી હોય અથવા તે મોબાઈલ પાછા મળતા પણ નથી તેવી ફરિયાદ ઉઠતી રહે છે જોકે મોરબી પોલીસે આ ચોરાઉ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત સોપી પ્રજાના સાચા મિત્ર બનવા પ્રયાસ કર્યો હતો

