મોરબીના રફાળેશ્વર મંદિરથી જોધપર જવાના રસ્તે આવેલ ફાટક પાસે બુધવારે રાતના સમયે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બાદ બન્ને કારમાથી ઉતરેલ શખ્સ વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ હતી ઘટનામાં બન્ને પક્ષે મારમારી થતા એક પક્ષ દ્વારા કારમાં પથ્થરના ઘા ઝીકી તોડ ફોડ કરી હતી. આ ઘટનામાં ત્રણ યુવાનોને ઈજા પણ પહોચી હતી એક કારમાં સવાર ઉધોગકારે ટ તેના કારખાનાના રૂ 2.93 લાખની લુટ થયાની પણ ફરિયાદ નોધાવી આ ઘટના બાદ બુધવારે રાત્રે ઘટનાની જાણ થતા સિરામિક ઉધોગકારો રાજકીય આગેવાન સહીતનાસિવિલ હોસ્પિટલ તેમજ એસપી કચેરી દોડી ગયા હતા અને લુટ કરનાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ લેવા તેમજ આરોપીઓને ઝડપી લેવા માંગણી કરી હતી આ ઘટનામાં સામા સામે ફરિયાદ નોધાઈ હતી જેમાં રજની પરસોતમ સુરાણીએ સુલતાન,અજય અને ગૌતમ એમ ત્રણ શખ્સ સામે તેનીં કાર સાથે આરોપીઓએ કાર અથડાવ્યા બાદ મારમારી કરી રુ 2.93 લાખની બાદ પોલીસે ગુરુવારના રોજ બન્ને પક્ષમાથી ખીમભા પંચાલભા ગઢવી,સાગરભા ખીમભા ગઢવી ગૌતમ જયંતી મકવાણા, પારસ ઉર્ફે સુલતાન ગિરધર વાઘેલા તેમજ અજય જગદીશ ચારોલાને ઝડપી લીધા હતા તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરતા આજે તમામને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા.જ્યાં મેજીસ્ટ્રેટ દ્વારા તમામને જેલ હવાલે કરવા આદેશ કર્યો હતો જે બાદ તમામને મોરબી જિલ્લા જેલખાતે મોકલી દેવાયા હતા

