National Highway Authority of India (NHAI) એ એક એવું કામ કર્યું છે જેના કારણે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેનું નામ નોંધાયું છે. કેન્દ્રીય રોડ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ આ સિદ્ધિ બદલ ખુબ પ્રશંસા કરી.
મસ્ત રોડ બનાવ્યો: 75 કિમી નો એક રોડ માત્ર 105 કલાકમાં બનાવીને પોતાના નામે કર્યો. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જણાવ્યું કે NHAI એ 105 કલાક અને 33 મિનિટના રેકોર્ડ સમયમાં NH-53 પર અમરાવતીથી અકોલા વચ્ચે સફળતાપૂર્વક સિંગલ લેનમાં 75 કિમી સુધી સતત બિટુમિનસ કોંક્રિટ રોડ બનાવીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો.
Proud Moment For The Entire Nation!
— Nitin Gadkari (@nitin_gadkari) June 8, 2022
Feel very happy to congratulate our exceptional Team @NHAI_Official, Consultants & Concessionaire, Rajpath Infracon Pvt Ltd & Jagdish Kadam, on achieving the Guinness World Record (@GWR) of laying 75 Km continuous Bituminous Concrete Road… pic.twitter.com/hP9SsgrQ57
Nh- 53: NH-53 સેક્શન પર અમરાવતી અને અકોલા વચ્ચે સિંગલ લેનમાં 75 કિમી સતત બિટુમિનસ કોંક્રીટ રોડ બનાવવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવવા બદલ NHAI ની અસાધારણ ટીમ, કન્સલ્ટન્ટ્સ અને કન્સેશનેયર, રાજપથ ઈન્ફ્રાકોન પ્રાઈવેટ લિમિટેડ અને જગદીશ કદમને અભિનંદન પાઠવાયા છે. ગડકરી એ કહ્યું અમારા એન્જિનિયર્સ અને શ્રમિકોનો હું ખાસ આભાર માનું છું. જેમણે આ અસાધારણ ઉપલબ્ધિ મેળવવા માટે દિવસ રાત મહેનત કરી.

