હળવદ પંથકમાં છેલ્લા કેટલાંક દિવસથી ચોરીની ઘટનાઓને અંજામ આપ્યા બાદ હવે તસ્કરોને હવે મોરબી તાલુકામાં પણ ચોર સક્રિય બન્યા છે. ત્યારે નાની વાવડી ગામે બંધ મકાનનું તાળું તૂટ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે એ ડીવીઝન પોલીસને જાણ કરી હતી.

મળતી માહિતી મુજબ મોરબીના વાવડી નજીક બજરંગ ગેટ અંદર આવેલ જયશક્તિ સોસાયટીમાં રહેતા અશોકભાઈ ટુંડિયાના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. અશોકભાઈ ટુંડિયા તેમના પરિવાર સાથે બે દિવસ પહેલા નારણકા ગામે પોતાના મામાના ઘરે ગયા હતા. તે દરમિયાન મકાન બંધ હતું જેથી તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું હોય તેમ ગુરૂવારના રાત્રે મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં ઘુસી ગયા હતા અને નાની છોકરી માટે ગલ્લામાં એકત્રિત કરેલ આશરે રૂ 8 થી 10 હજાર જેવી રકમ ચોરી ગયા હતા. બનાવ અંગે અશોકભાઈએ એ ડીવીઝન પોલીસ મથકે જાણ કરી હતી. મોરબી જિલ્લામાં સતત વધી રહેલી ચોરીના બનાવ અટકાવવામાં પોલીસ નિષ્ફળ થતા હવે જાણે મોરબીવાસીઓએ જાતે પોતાના માલ મિલકતની સુરક્ષા માટે રાત ઉજાગરા કરવા પડે તેવી સ્થિતિ બની ગઈ છે

