સેટેલાઇટ સ્થિત ઈસરો સેકનું નવું કેપ્શન ઉત્તર બોપલમાં વિસ્તરવામાં આવ્યું છે. આ કેપ્શનમાં જુદા જુદા બિલ્ડીંગ અને લેબોરેટરી ઉભા કરવામાં આવ્યા છે જેનું ઉદ્દઘાટન આગામી 10મી જૂનના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. વડા પ્રધાન 10મીએ નવસારી અને અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે.
જાણવા મળતી વિગત મુજબ આગામી 10મી જૂને જો છેલ્લી ઘડીમાં ફેરફાર નહિ થાય તો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ઇસરોના બોપલ કેમ્પસનું ઉદ્દઘાટન કરવામાં આવશે. અગાઉ 6 જૂને કાર્યક્રમ ઘડવામાં આવ્યો હતો. પરંતુ હવે વડા પ્રધાનની મુલાકાત 10મી જૂન પર જતા ઇસરોના કાર્યક્રમમાં પણ ફેરફાર થયો છે.

બોપલમાં ઇસરોએ વિશાળ જમીન પર જુદા જુદા બિલ્ડીંગ બાંધ્યા છે. તેમાં વિવિધ પ્રકારની કામગીરી માટેની લેબોરેટરી ઉભી કરવામાં આવી છે. આ કેમ્પસનું ઉદ્દઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. એવું પણ જાણવા મળે છે કે તેમની સાથે PMOના સેક્રેટરી પણ આવવાના છે. વડા પ્રધાન દરેક બિલ્ડિંગની મુલાકાત ના લઇ શકે જેથી તેમને દરેક બિલ્ડિંગમાં શું કામ થવાનું છે તે અંગેની ફિલ્મ બતાવવામાં આવશે. ત્યારબાદ સેક્રેટરી દરેક બિલ્ડિંગની વિઝીટ કરશે તેવું જાણવા મળ્યું છે.

