HomeGujaratમાળિયાના જુના ઘાટીલાની સીમમાંથી તસ્કરો ખેડૂતની પાણી ખેચવાનું મશીન લઇ ગયા,

માળિયાના જુના ઘાટીલાની સીમમાંથી તસ્કરો ખેડૂતની પાણી ખેચવાનું મશીન લઇ ગયા,

માળિયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામમાં રહેતા રાજેશ મગનભાઈ ચારોલા નામના ખેડૂતે ગામની સીમમાં આવેલ તેમના ખેતરમાં કપાસનું વાવેતર કર્યું હતું અને પાકને સિંચાઈ માટે નર્મદા કેનાલમાં પાણી ખેચવાનું મશીન મુક્યું હતું જોકે આ મશીન તસ્કરોના નજરે ચઢી ગયું હતું ગત બુધવારે વહેલી સવારે ખેડૂત ખેતર ગયા ત્યારે કેનાલમાં પાણી ખેચવાનું મશીન ગાયબ હોવાનું જાણવા મળતા તેઓએ આસપાસના ખેડૂતોને આ બાબતે જાણ કરતા તેઓએ તપાસ કરી હતી પરંતુ મશીન ન મળતા અંતે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી પોલીસે ખેડૂતની ફરિયાદ લઇ તપાસ કરી હતી દરમિયાન માળિયા પોલીસની ટીમને નાઈટ પેટ્રોલિંગ દરમિયાન જીજે1 ટી એફ0 8 1 ૩ નંબરની સીએનજી રીક્ષામાં આ મશીન લઈને જતા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે મશીન કબજે કરી આરોપીઓની પૂછપરછ યોગ્ય જવાબ ન આપી શકતા તુરત મશીન પોલીસ મથકે લઈ ગયા હતા અહી ખેડૂત રાજેશભાઈને જાણ કરતા તેઓ પોલીસ મથકે પહોચી ગયા હતા અને તેનું ચોરાયેલ મશીન ઓળખી બતાવતા પોલીસે અલ્લારખા અબ્દુલ લધાણી,તાહીદ રસુલ પારેડી અને રફીક સલીમ વીરા એમ ત્રણ શખ્સ વિરુદ્ધ ફરિયાદ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW