HomeGujaratCentral Gujaratચાની લારી ચલવતો યુવાન ડ્રગ વેચતો ઝડપાયો, આવું હતું નેટવર્ક

ચાની લારી ચલવતો યુવાન ડ્રગ વેચતો ઝડપાયો, આવું હતું નેટવર્ક

અમદાવાદ શહેરના પોશ વિસ્તાર શિવરંજની પર ચાની લારીની આડમાં ડ્રગ્સનો વેપાર કરવામાં આવતો હોવાનું માલુમ પડતા રૂપિયા 42 લાખનું ડ્રગ્સ કબજે લેવામાં આવ્યું છે. શહેરમાં વધતા ડ્રગ્સના દૂષણને ડામવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે, અગાઉ પણ શહેરમાંથી ડ્ર્ગ્સનું વેચાણ કરનારાઓની ધરપકડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી.

ભાંડો ફૂટ્યો: બહુ જ સરળ રીતે શહેરમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ કરતા મોટો ભાંડો ફૂટ્યો હતો. રાતોરાત જ લાખોપતી બની જવા માટે ડ્રગ્સનું ચાની લારી પર વેચાણ શરુ કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં રાજસ્થાનથી આવતા ડ્રગ્સ પાછળ લાખનસિંઘનો હાથ હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે.

રાજસ્થાન કનેક્શન: રાજસ્થાનમાં અફીણ પીવા માટે જતા બંધુઓએ ત્યાંથી જ ડ્રગ્સ લાવીને અહીં વેચવાનું શરુ કર્યું હતું. અંધજન મંડળ પાસે ડ્રગ્સની સોદાબાજી થવાની હતી ત્યાં જ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પહોંચીને 42 લાખના ડ્રગ્સ સાથે 2ની ધરપકડ કરી લીધી છે. આ બે યુવાનોની ધરપકડ થતા અન્ય પેડલરો અને ડ્રગ્સનો વેપાર કરનારાઓના કારનામા સામે આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW