માત્ર અમદાવાદ પરંતુ દરેક મહાનગરોમાં કંઇકને કંઇ વિકાસના કાર્યોનું લોકાર્પણ થઇ રહ્યું છે. શહેરીજનોને સુવિધા આપવામાં સરકાર ક્યાંક કચાશ રાખવા માંગતી નથી. એટલે જ તો ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે તો કેટલા બધા વિકલ્પો ઉભા કરી દેવામાં આવ્યા છે. જોકે આને ભલે ચૂંટણીના દૃષ્ટિકોણ થી જોવાતું હોય પણ લાભ પ્રજાને થશે.
સિક્સ લેન વે: રાજકોટમાં રાજ્યનો પહેલો સિક્સલેન રોડ બનાવાની જાહેરાત થઇ છે.જોકે હકીકત એવી પણ છે કે હજુ માધાપર હાઇવે કામ પત્યું નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપે સૌરાષ્ટ્રનું દિલ જીતવામાં કોઇ કસર બાકી રાખવા માંગતુ નથી. સૌરાષ્ટ્રના નામે ધડાધડ પ્રોજેક્ટ મળી રહ્યા છે.

ક્યાંથી ક્યાં સુધી? રાજ્યનો પહેલો સિક્સલેન રોડ રાજકોટમાં બનાવા જઇ રહ્યો છે. રાજકોટમાં કેકેવી ચોકથી અવધ સુધી 45 મીટર પહોળો અને 5 કિલોમીટર લાંબો રોડ બનશે. જે માટે 120 મિલકતો કપાતમાં જશે.
શા માટે? રાજકોટમાં પણ ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવવા માટે સિક્સલેન રોડ બનાવવાનો નિર્ણય કરાયો છે. અહીં કેકેવી હોલથી મોટોમવા સુધી અને મોટા મવાથી કાલાવડ હાઇવેને જોડતા અવધ રોડ સુધી 5 કિ.મી.ના રોડને પહોળો કરાશે. આ રોડની હાલની પહોળાઇ 30 મીટર છે, જેમાં 15 મીટરનો વધારો કરી 45 મીટરનો એટલે કે સિક્સલેન જેવો બનાવાશે.

